Categories: Ahmadabad

આયશાને ન્યાય અપાવવા મહિલાઓ બોલી, જાણો વિગતવાર..

અમદાવાદની 23 વર્ષની આયશાના મૃત્યુ માટે જવાબદાર આરિફની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. આરિફ (ayesha arif khan) ને રાજસ્થાનના પાલીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જેને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. જેમાં તેની આકરી પૂછપરછ થશે. આયશા આત્મહત્યા કેસ (ayesha suicide case) બાદ રાજ્યભરની મહિલાઓમાં ભારે આક્રોશ છવાયો છે. તમામ લોકો જણાવી રહ્યા છે કે, આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો હલ ક્યારેય નથી. જો આપણે જીવિત રહી શકીએ તો કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ.

લોકોની એક જ વાત, આરીફને સજા આપો
આયશાને ન્યાય મળે તેવી માંગણી ગુજરાતભરમાંથી ઉઠી છે. આયેશાના આપઘાતથી ગુજરાતીઓમાં દુ:ખની લાગણી છવાઈ છે. ZEE 24 કલાકે આ આયશાને ન્યાય મળવો જોઈએ તે મામલે ઝુંબેશ શરૂ કરી છે. ZEE 24 કલાકે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તમામ મહિલાઓનો એક જ મત હતો કે, આરોપી આરીફને સખ્ત સજા થવી જોઈએ. સાથે જ દહેજ પ્રથા સામે સખ્ત કાયદો લાવવા પણ મહિલાઓએ રજૂઆત કરી છે. અમદાવાદના જુહાપુરાની મહિલાઓએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આયશાના ગુનાગારોને સજા આપો. દહેજ પ્રથા બંધ કરો. આ મામલે સમાજ અને પેરેન્ટ્સે (domestic violence) હવે સમજવાની જરૂર છે.

આયશાના મોતના સમાચાર મળવા છતા આરીફનો પરિવાર લગ્નમાં જતો હતો
આ આખા મામલામાં એક નવો ખુલાસો થયો છે. તે એ કે જ્યારે આઈશા મરી રહી હતી. ત્યારે આરિફ પોતાના સગા-સંબંધીઓ અને પરિવાર સાથે લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. તેને આઈશાના મૃત્યુના સમાચાર પણ મળી ગયા હતા, પરંતુ તેમ છતાં તેને કોઈપણ જાતનો અફસોસ થયો નહિ. પરંતુ તે તો લગ્નમાં સામેલ થવા તૈયાર થઈ રહ્યો હતો. પત્નીને મૃત્યુ માટે ઉશ્કેરનાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.

રાજસ્થાનના ઝાલોરમાં રહેતો આરિફ અને તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો. છતાં તેઓ દહેજના નામે આયશાના પરિવાર પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આરિફનો પરિવાર ઝાલોરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન અને ચાર દુકાન ધરાવે છે. આ દુકાનોમાંથી આરીફને મહિને 50 હજારની આવક મળે છે. આયશાના પતિએ વારંવાર તેના પિતા પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. જેથી આયશાના પિતાએ આરીફને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ પણ અવારનવાર આઈશા પાસે તેનો પતિ રૂપિયા માંગતો હતો.

dailykhbar

Recent Posts

આ યુવક ઇ-રિક્ષા પર ઉભો હતો અને ડાંસ કરતો હતો, પછી કંઈક એવું બન્યું કે, લોકોએ કહ્યું- ખરેખર ચાલ્યા ગયો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવક રિક્ષા…

3 weeks ago

હોસ્ટેલ માં યુવકે એ દરવાજો ખોલ્યો નહીં, પછી મિત્રોએ પોલીસને બોલાવી, અને પછી જે થયું તે આશ્ચર્યચકિત, વિડિઓ જુઓ

જ્યારે છાત્રાલયમાં રહેતો એક છોકરો લાંબા સમય સુધી તેના ઓરડાના દરવાજા ખોલતો ન હતો, ત્યારે…

3 weeks ago

નાગિન ડાન્સની સફળતા પછી, ટેન્ટ ડાન્સ રજૂ કરવામાં આવ્યો, વિડિઓ જોયા પછી તમારી હસતાં રહી જશો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં એક સ્ત્રી તંબુ પર તા…

3 weeks ago

બિલ ભરવા માટે હવે મિત્રો વચ્ચે જગડો નહીં થાય, આ રીતે કોણ બિલ ભરશે નો નિર્ણય લેવાઈ, જુઓ વિડિયો અહી

હોટેલમાં ખોરાક ખાધા પછી, જે પોતાનું બિલ ચૂકવશે, આ વિશે ઘણી ચર્ચા છે. પરંતુ વિડિઓ…

3 weeks ago

આ ઓટો વાળાભાઈ ભૈયા સાંભળી ને આટલો કંટાળી ગયો હતો કે, તેના ઓટો માં લખાવ્યું કઈક આવું, જુઓ અહી

એક ow ટોવાલે તેની બેઠક પાછળના મુસાફરો માટે આવી વાત લખી હતી, જેનો ફોટો હવે…

3 weeks ago

આ વ્યક્તિ SRH અને CSK ની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો, પરંતુ તેની સાથે થયું કઈક આવું, જુઓ વિડિયો અહી

સોશિયલ મીડિયા પર એક અદ્ભુત કેસ જોવા મળ્યો છે. એક વ્યક્તિએ હૈદરાબાદ અને ચેન્નાઈની મેચ…

3 weeks ago

This website uses cookies.