ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નું હાથરસ (Hathras) આ વખતે ફરી એકવાર ચર્ચામાં છે. જ્યાં એક ખેડૂત પિતાને પુત્રીની છેડતી અંગે ફરિયાદ કરવું ભારે પડી ગયું.
હાથરસ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નું હાથરસ (Hathras) આ વખતે ફરી એકવાર ચર્ચામાં છે. જ્યાં એક ખેડૂત પિતાને પુત્રીની છેડતી અંગે ફરિયાદ કરવું ભારે પડી ગયું. મૃતકે અઢી વર્ષ પહેલા પુત્રી સાથે છેડતી કરનારા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદને લઈને આરોપીઓએ 10-12 રાઉન્ડ ફાયરિંગ કરીને યુવતીના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા.
ફરિયાદ બાદ એક એક મહિનો જેલમાં રહ્યો હતો આરોપી
આ ઘટના હાથરસના સાસની પોલીસ સ્ટેથન હદના નૌજરપુર ગામની છે. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ અમરીશ શર્મા તરીકે થઈ છે. મૃતકે મુખ્ય આરોપી ગૌરવ શર્મા વિરુદ્ધ જુલાઈ 2018માં પુત્રી સાથે છેડતીનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ બોલીસે કાર્યવાહી કરતા ગૌરવની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયો હતો. જો કે એક મહિના બાદ તે જામીન પર બહાર આવી ગયો. ત્યારબાદથી વિવાદ ચાલી રહ્યો હતો.
थाना सासनी क्षेत्र के ग्राम नौजरपुर में ढाई साल पूर्व की रंजिश के चलते एक व्यक्ति को गोली मारने की घटना के सम्बन्ध में पुलिस अधीक्षक हाथरस की बाईट pic.twitter.com/pt4JMfL0pl
— HATHRAS POLICE (@hathraspolice) March 1, 2021
શાબ્દિક ટપાટપી બાદ આરોપીએ અમરીશને ગોળીઓથી વીંધી નાખ્યો
હાથરસ પોલીસ અધીક્ષકે જણાવ્યું કે સોમવાર (એક માર્ચ)ના રોજ સાંજે આરોપી ગૌરવની પત્ની અને માસી ગામના એક મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા, જ્યાં મૃતકની બંને પુત્રીઓ પણ હાજર હતી. ત્યારબાદ જૂના વિવાદને લઈને બંને પક્ષમાં વિવાદ થયો અને ઘટનાસ્થળે આરોપી ગૌરવ અને મૃતક અમરીશ પણ પહોંચી ગયા. વિવાદ વધતા ગૌરવે ફોન કરીને પોતાના કેટલાક જૂના સાથીઓને પણ બોલાવ્યા અને અમરીશ શર્માને ગોળી વીંધી નાખ્યો.
આરોપીની શોધમાં લાગી પોલીસ
અમરીશ શર્માને ગોળી વાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો અને પરિજનો જિલ્લા હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. ગોળી માર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે મુખ્ય આરોપી ગૌરવ શર્મા સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેમની ધરપકડ માટે પોલીસે ટીમ પણ બનાવી દીધી છે.