હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાવી શક્યા

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાવી શક્યા

મત ગણતરી સમયે હાર્દિક પટેલનું વતન વિરમગામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. હાર્દિક પટેલ (hardik patel) ના વતન વિરમગામમાં કોંગ્રેસ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતુ હતું. ત્યારે ભાજપની સરખામણીએ અપક્ષ ઉમેદવાર ખાસ ઉકાળી શક્યા નથી. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસ ખાતુ ન ખોલાવી શક્યા.

વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખૂલ્યુ જ નથી. અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. જોકે, કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ના જીતી શક્યો. તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે. વિરમગામની માત્ર દલસાણા બેઠક પર જ કોંગ્રેસનો વિજય થયો છે. આમ, કોંગ્રેસ માત્ર એક બેઠક પર જ ખાતુ ખોલાવી શક્યા છે. વિરમગામ પંથકમાં આવતી જિલ્લા પંચાયત 3 બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે. આમ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પોતાના વિસ્તારમાં કોંગ્રેસને બચાવવવામાં અસફળ નીવડ્યા છે. આમ, ઉમેદવારોને વિજય ન બનાવી શક્યા.

હાર્દિકના વોર્ડમાં કોંગ્રેસનું અપક્ષને સમર્થન
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે પોતાના હોમટાઉન વિરમગામ (viramgam) માં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ તેમણે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *