બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર…’ જુવો વિડિયો ..

બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર…’ જુવો વિડિયો ..

બહુચર્ચિત આયશા આપઘાત કેસ (Ayesha suicide case) માં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ પોલીસે રાજસ્થાનમાંથી આયશાના પતિની ધરપકડ કરી છે. રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાનમાં પહોંચી હતી. લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનના પાલીને પોલીસે ઝડપી પાડયો છે. આરીફ ખાન (ayesha arif khan) ની ધરપકડ થતા હવે રિવરફ્રન્ટ પોલીસ આરીફને અમદાવાદ લઈને આવશે. આયશાના આપઘાત સમયે આરીફ રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હતો ત્યારબાદ આરીફ ફરાર થઈ ગયો હતો. આયશાના આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થતા આયશાના પતિ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

આયશાના આપઘાત બાદ તેની બરબાદ થયેલી જિંદગી પર અનેક નવા ખુલાસા થઈ રહ્યાં છે. આઈશાએ મરતા પહેલા એક વીડિયો (tiktok video) બનાવીને પતિની પોલ ખોલી હતી. હાલ તેના પતિ આરીફની તો ધરપકડ થઈ ગઈ છે, પરંતુ લગ્ન બાદ આરીફની હરકતો કેવી હતી તેના વિશે ખુલાસા થઈ રહ્યાં છે. આરીફ ખાન આઈશાને નફરત કરતો હોવાનું સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો આરીફે દુનિયાની સામે પણ કર્યો છે. આઈશાના પતિ આરીફ ખાને પત્નીને ટીકટોક બનાવી જાહેરમાં ચેલેન્જ આપી હતી. આરીફખાને ટિકટોક બનાવી આઈશાને નફરત કરતો હોવાનું સામે આવ્યું છે.

આરીફ ટિકટોક પર વીડિયોમાં કહી રહ્યો છે કે, તુમ્હારી કસમ ખાકે કહેતા હું. યે ચહેરા અબ જિંદગીમાં કભી નહિ દેખોગી. ઔર દેખના, એક ના એક દિન ઐસા આયેગા, જબ તુમ્હારે પાસ દુનિયા કી સારી ખુશી હોગી. પર તુમ ખુશ નહિ હોગી. ઔર તુમ રોઓગી. તડપોગી, પર ખુશી કી ઝલક તક તુમ્હારી જિંદગી મેં નહિ હોગી. લેકિન તબ તક મેં અકેલે ખુશ રહેના શીખ ચૂકા હોઉંગા.

આરીફની ધરપકડ બાદ હવે આયશા આત્મહત્યા કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. આરીફ દહેજ માટે આઈશાને સતત ત્રાસ આપતો હતો. લગ્નના બે મહિના બાદથી જ આયશાનું લગ્ન જીવન સુખી ન હતું. આરીફે તેને સ્પષ્ટ કહ્યું હતું કે તે પોતાની ગર્લફ્રેન્ડને જ પ્રેમ કરે છે. તેણે આયેશા સાથે લગ્ન માત્ર મોજશોખ ખાતર જ કર્યાં છે.’ પ્રેમ ન હોવા છતાં આરીફ અને તેનો પરિવાર આઈશાને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. આખરે કંટાળેલી આયશાએ મોત વ્હાલુ કર્યું હતું. તેનો દિલ ધડકાવી દે તેવા વીડિયોથી આખરે ખુલાસા થયા, પરંતુ જ્યાં સુધી આયશાને લોકો જાણે તે પહેલા તો તેણે સાબરમતી નદીમાં કૂદીને મોત વ્હાલુ કરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *