વિસ્ફોટકો ભરેલી કારમાંથી મળ્યો પત્ર – ‘નીતા ભાભી-મુકેશ ભાઈ… યે તો સિર્ફ ટ્રેલર હૈ! સંભલ જાના…

વિસ્ફોટકો ભરેલી કારમાંથી મળ્યો પત્ર – ‘નીતા ભાભી-મુકેશ ભાઈ… યે તો સિર્ફ ટ્રેલર હૈ! સંભલ જાના…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન (Reliance Industrialist Chairman) અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી એક ગાડી મળી આવી હતી. આ કાર (Car) ચોરીની હતી. હવે વિસ્ફોટકો ભરેલી કારમાંથી એક ધમકી ભર્યો પત્ર (Threat Letter) મળી આવ્યો છે. ચિઠ્ઠીમાં મુકેશ અંબાણી અને તેમના આખા પરિવાર (Mukesh Ambani Family)ને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. વિસ્ફોટકો ભરેલી ગાડીને લઈને પણ સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે.

મુકેશ અંબાણીના ઘરની બહાર માળી આવેલી કારમાં જે વિસ્ફોટકો ભરેલી બેગ (Bag) હતી તેના પર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) લખેલુ હતું. જાહેર છે કે, આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ટીમના માલિક મુકેશ અંબાણી છે. આ કેસની તપાસ મહારાષ્ટ્ર સરકારે (Maharashtra) ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ને સોંપી દીધી છે. તો એટીએસ પણ આ દિશામાં તપાસમાં જોતરાઈ ગઈ છે.

મુકેશ અંબાણીના નામે જે ધમકી ભર્યો પત્ર મળ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, “નીતા ભાભી અને મુકેશ ભૈયા ફેમિલી, યહ તો સિર્ફ એક ટ્રેલર હૈ. અગલી બાર યે સામાન પુરા હોકર આયેગા. પૂરી ફેમિલીકો ઉડાને કે લિયે ઈંતજામ હો ગયા હે, સંભલ જાના.” સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરનારાઓએ લગભગ એક મહિના સુધી આ જગ્યાની રેકી કરી હતી.

સૂત્રોના જાણાવ્યા પ્રમાણે આ ગતિવિધિને અંજામ આપવા માટે ઘણા લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. આરોપી તો વિસ્ફોટકો ભરેલી આ ગાડીને ઘરથી ખુબ જ નજીકના અંતરે ઉભી કરવા માંગતો હતો પરંતુ સુરક્ષા વધારે કડક હોવાથી આમ થઈ શક્યુ નહોતુ. આ ગાડી મુકેશ અંબાણીના ઘર એંટેલિયાથી 400 મીટર દૂરના અંતરે પાર્ક કરવામાં આવી હતી. ગાડી મુકનારાઓ દ્વારા મુકેશ અંબાણીના આખા પરિવારની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી. અંબાણી પરિવારના દરેક કોન્વોયને ટ્રેક કરવામાં આવી રહ્યો હ્તો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણીના ઘર પાસેથી જે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી છે તેમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતાં તે બેગ પર મુંબઈ ઈન્ડિયન્સ લખેલુ છે. આ બેગમાંથી જ ધમકી ભર્યો પત્ર મળી આવ્યો છે. જે વ્યક્તિએ અહીં સ્કોર્પિયો પાર્ક કરી હતી તે આ ગાડી ઉભી રાખી ઈનોવા કારમાં બેસીને ભાગી નિકળ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં ખુલી શકે છે અનેક રાજ

પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધી રહી છે. સ્કોર્પિયો કાર પર જે નંબર પ્લેટ છે તેનો નંબર પણ અંબાણીના ઘરમાં ઉપયોગમાં લેવાતી એક કાર સાથે હળતો-મળતો જ છે. અંબાણીના સુરક્ષાકર્મીઓને પણ આ વાત ધ્યાને આવતા શંકા ઉપજી હતી ત્યાર બાદ પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.

આ શહેર સાથે છે વિસ્ફોટકોનું કનેકશન

આ કાર મહારાષ્ટ્રમાં રજિસ્ટર નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર ચોરીની હતી. જિલેટિનની જે રોડ છે તે નાગપુરમાંથી આવી હોવાની આશંકા છે. આ જિલેટિન રોડ પર નાગપુરની એક કંપનીનું સ્ટિકર છે. આ કાર મુકતા પહેલા એક મહિના સુધી રેકી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *