સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થતાં જ ગુજરાતમાં રોજે રોજ કોરોનાના દૈનિક કેસમાં ઉછાળો નોધાઈ રહ્યો છે. આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં નવી સપાટી સાથે 424 કેસ નોધાયા હતા અને અમદાવાદ શહેરમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતુ. બીજી તરફ આજે રાજ્યના 7 જિલ્લામાં નવો એકપણ કેસ નોધાયો નહોતો.
ગુજરાતમાં કોરોનાના નવા 424 નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 75 કેસ અને એકનું મોત થયું છે. સુરતમાં 87, વડોદરામાં 89, રાજકોટમાં 63 કેસ, જામનગરમાં 11 અને ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 7 અને જૂનાગઢમાં 7 કેસ, કચ્છમાં 11, આણંદ – ખેડામાં 7 – 7 કેસ, મહિસાગર – નર્મદામાં 6 – 6, અમરેલીમાં 5 કેસ, મહેસાણા – સાબરકાંઠામાં 5 – 5, મોરબીમાં 4 કેસ, ગીર સોમનાથ – પંચમહાલમાં 4 – 4, ભરૂચમાં 2 કેસ, બોટાદ, દાહોદ, નવસારીમાં 2 – 2 કેસ, અરવલ્લી, સુરેન્દ્રનગર, વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા છે.
ગુરુવારે નવો એકપણ કેસ નહી નોધાયેલ જિલ્લાઓમાં બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 07 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 268571એ પહોચી ગઈ છે.
મહત્વનું છે કે, માત્ર 7 દિવસમાં ગુજરાતમાં કોરોનાના દૈનિક નોધાતા કેસમાં સીધો 52 ટકાનો ઉછાળો આવ્યો છે. ગત 15 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં નવા 249 કેસ નોધાયા હતા જે આજે વધીને આંકડો 424એ પહોચ્યો છે અને 301 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 2,62, 172 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં સાજા તવાનો દર 97.62 ટકાએ પહોંચ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ 1991 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે 35 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે, જેમાં 1956ની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી 4408 લોકો કોરોના સામે હારી ગયા છે.
અત્યાર સુધીમાં કુલ 819801 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 1,12,338 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.