સરકારનો આ ખાસ વિકલ્પ પર વિચાર, આખા દેશમાં અડધી કિંમતમાં મળશે પેટ્રોલ-ડીઝલ

સરકારનો આ ખાસ વિકલ્પ પર વિચાર, આખા દેશમાં અડધી કિંમતમાં મળશે પેટ્રોલ-ડીઝલ

પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel)ની કિંમતોના ભાવ આકાશને આંબી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદોને GST અંતર્ગત લાવી દે તો સામાન્ય માણસને રાહત મળી શકે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ (Finance Minister Nirmala Sitharaman) અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Petroleum Minister Dharmendra Pradhan)એ તેના સંકેત પણ આપ્યા છે. જીએસટીના ઉંચા ભાવો પર પણ પેટ્રોલ-ડીઝલને રાખવામાં આવે તો તાજેતરની કિંમતો બમણી ઘટી શકે છે.

વર્તમાનમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉત્પાદ ટેક્સ અને રાજ્ય વેટ વસુલે છે. આ બંન્ને ટેક્સ એટલા વધારે છે કે 35 રૂપિયાનું પેટ્રોલ વિભિન્ન રાજ્યોમાં 90થી લઇ 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયુ છે. 23 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 81.32 રૂપિયા પ્રતિ લીટર પર હતી. જેના પર કેન્દ્ર સરકારે ક્રમશ: 92.98 રૂપિયા લીટર અને 31.83 રૂપિયા લીટરનો ઉત્પાદ ટેક્સ લગાવ્યો છે. એ પણ ત્યારે જ્યારે દેશમાં જીએસટી લાગુ છે. જીએસટીને 1 જુલાઇ 2017માં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યોની ઉચ્ચ નિર્ભરતાના કારણે પેટ્રોલ અને ડીઝલને તેની બહાર રાખવામાં આવ્યા હતા. હવે નિર્મલા સિતારમણે ઇંધણની કિંમત નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંયુક્ત સહયોગનું આહ્વાન કર્યું છે.

જો પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટી અંતર્ગત સામેલ કરવામાં આવે છે તો આખા દેશમાં ઇંધણની કિંમત સમાન થઇ જશે. માત્ર આટલું જ નહી જો જીએસટી પરિષદે ઓછા સ્લેબના વિકલ્પની પસંદગી કરી તો ભાવમાં ધરખમ ઘટાડો થશે. વર્તમાનમાં ભારતમા ચાર પ્રાથમિક જીએસટીના દર છે- 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જ્યારે હાલમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર પ્રોડક્ટ ફી અને વેટનાં નામ પર 100 ટકાથી વધુ ટેક્સ ટેક્સ વસુલ કરે છે.

આ સરકાર માટે પેટ્રોલિયમ ઉત્પાદ પર ટેક્સ એક પ્રમુખ રાજસ્વ આવક છે. માટે જીએસટી કાઉન્સીલ પેટ્રોલ અને ડીઝલને મોટા સ્લેબમાં રાખી શકે છે અને અહીંયા સુધી કે તેના પર વધારાનો ટેક્સ પણ લાદી શકે છે. સરકારી આંકડાઓ અનુસાર ચાલુ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન પેટ્રોલિયમ ક્ષેત્રએ સરકારી ખજાનામાં 2,37,338 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જેમાથી 1,53,281 કરોડ રૂપિયા કેન્દ્રનો ભાગ હતો અને 84,057 રૂપિયાનો ભાગ રાજ્યોનો હતો. વર્ષ 2019-20માં રાજ્યો અને કેન્દ્ર માટે પેટ્રોલિયમ ક્ષેત્રથી કુલ યોગદાન 5,55,370 કરોડ રૂપિયા હતું. આ કેન્દ્રના રાજસ્વનું લગભગ 18 ટકા અને રાજ્યના રાજસ્વનું 7 ટકા હતું. કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર કેન્દ્રને આ નાણાકીય વર્ષમાં માત્ર પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ કરથી અનુમાનિત 3.46 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *