કોરોનાએ ફરી પકડી રફ્તાર, આ શહેરમાં લગાવવામાં આવ્યું કરફ્યૂ, સ્કૂલો-કૉલેજો પણ બંધ

કોરોનાએ ફરી પકડી રફ્તાર, આ શહેરમાં લગાવવામાં આવ્યું કરફ્યૂ, સ્કૂલો-કૉલેજો પણ બંધ

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના (Coronavirus)નો ખૌફ એકવાર ફરી આવી ગયો છે. પુણે (Pune)માં વધતા કેસને જોતા રાત્રે 11 વાગ્યા બાદ કારણ વગર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્કૂલ અને કૉલેજ (School and College) પણ 28 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લોકડાઉન બાદ ખોલવામાં આવી હતી. પુણે ડિવિઝનલ કમિશ્નરે જણાવ્યું કે, “કોરોનાના વધતા કેસોને જોતા પુણેમાં સોમવાર રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્ય સુધી કારણ વગર બહાર નીકળવાની પરવાનગી નહીં હોય, ફક્ત જરૂરી સેવાઓના આવન-જાવનની જ પરવાનગી હશે, જિલ્લાની સ્કૂલ અને કૉલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.”

15 દિવસ પહેલા પોઝિટિવિટી રેટ માત્ર 4.5થી 5 ટકા હતો

પુણેમાં નવી ગાઈડલાઇન સોમવારથી લાગુ થશે. પુણે ડિવિઝનલ કમિશ્નર સૌરભ રાવે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, “મહારાષ્ટ્રમાં કોરોના કેસનો પોઝિટિવિટી રેટ આગળ વધી રહ્યો છે. પુણેમાં આ 10 ટકા છે. 15 દિવસ પહેલા પોઝિટિવિટી રેટ માત્ર 4.5થી 5 ટકા હતો. આ ઝડપથી વધી રહ્યો છે.” કમિશ્નરે જણાવ્યું કે, “ગત વર્ષે આપણે આ પ્રકારનો ટ્રેન્ડ જોયો હતો, જ્યારે પોઝિટિવિટી રેટ 2થી 4 ટકા અને પછી કેટલાક જ દિવસમાં 10 ટકા થઈ ગયો હતો. આગામી ત્રણ મહિનાઓ માટે અહીં પોઝિટિવ કેસોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. આને જોઇને સાવચેતીના ભાગરૂપે ઉપાય કરવામાં આવી રહ્યા છે.”

રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્ય સુધી લિમિટેડ કર્ફ્યૂ

પુણેમાં નવી ગાઇડલાઇન પ્રમાણે, સ્કૂલો-કૉલેજો 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. આગામી શુક્રવારના નિર્ણય પર વિચાર કરવામાં આવશે. હોટલ, રેસ્ટોરન્ટ, બાર 11 વાગ્યાથી બંધ થઈ જશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્ય સુધી લિમિટેડ કર્ફ્યૂ રહેશે. લોકોને ફક્ત જરૂરી કામથી ઘરની બહાર નીકળવાની પરવાનગી હશે. શાકભાજી વેચનારા અને અન્ય ગતિવિધિયોને પ્રતિબંધથી બહાર રાખવામાં આવી છે. પ્રાઇવેટ કૉચિંગ ક્લાસ બંધ રહેશે. જે સર્વિસના કૉચિંગ છે એ ફક્ત 50 ટકાની ક્ષમતા સાથે ખોલવામાં આવશે. લગ્નના આયોજન માટે પહેલા પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવશે.

શનિવારના સામે આવ્યા 849 નવા કેસ

પુણેમાં શનિવારના એક દિવસમાં કોરોના સંક્રમણના 849 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં કુલ કેસ વધીને 3 લાખ 97 હજાર 431 સુધી થઈ જશે. તો 6 લોકોના મોતની સાથે મૃત્યુની સંખ્યા 9177 થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *