કોરોના વાયરસ(Coronavirus)ને કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે પણ એપ્રોચ કરી રહી છે. બન્યું એવું કે કોઈને આ રીતે વર્ક ફ્રોમ હોમની સુવિધા ખૂબ ગમી તો કોઈ માટે મુસીબત પણ બની ગઈ. હવે હાલમાં એક શખ્સ સાથે એવું જ કંઈક થયું અને જેનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વખતે સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાઇવ મીટિંગ દરમિયાન પત્ની પત્નીને કિસ કરવા આવી હતી. આઈપીએસ અધિકારી રૂપીન શર્મા એ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે તે વ્યક્તિ લાઇવ મીટિંગમાં બેસીને પ્રેઝન્ટેશન આપી રહ્યો છે. પછી તેની પત્ની પાછળથી આવે છે અને કિસ કરવાનો પ્રયાસ કરે છે. પછી તે વ્યક્તિ તેને પાછળ હટાવી દે છે અને કહે છે, ‘હું ઓન એયર છું. આ શું બકવાસ છે? પત્ની જોઈને હસવા લાગે છે. ત્યારબાદ પતિ મીટિંગમાં ફરીથી જોડાય છે.
As received on whatsapp. pic.twitter.com/dVpQ7CSTJf
— Rupin Sharma IPS (@rupin1992) February 13, 2021