ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે નીતિન પટેલે આપી પ્રતિક્રિયા, જાણો ગુજરાતમાં ઘટશે કે નહીં જાણી લો!

ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે નીતિન પટેલે આપી પ્રતિક્રિયા, જાણો ગુજરાતમાં ઘટશે કે નહીં જાણી લો!

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવે સેન્ચ્યુરી વટાવી દીધી છે. જોકે હજુ પણ રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાના મૂડમાં નથી. તેવા સંકેત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, ક્રુડના ભાવ ઘટે તો જ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે. 50 ટકાથી વધુ ક્રુડની વિદેશથી આયાત થાય છે.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર સૌથી ઓછો વેટ લાગુ છે. આમ પેટ્રોલ ડીઝલ પર રાજ્ય સરકાર વેટ ઘટાડશે નહીં તેવો સંકેત આપ્યો છે. છેલ્લા સતત 9 દિવસથી મોંધવારી વધી રહી છે અને પેટ્રોલ-ડિઝલના ભાવોમાં અસહ્ય ભાવ વધારો થઈ રહ્યો છે.

સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભાવનગરમાં:

સમગ્ર ગુજરાતમાં ભાવનગરમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 88.45 તેમજ ડીઝલનો ભાવ પ્રતિલીટર 87.87 છે એટલે કે સદી ફટકારવામાં હવે થોડું દૂર રહ્યું છે. ત્યારે ભાવનગરની જનતા એ બળાપો કાઢતા કહ્યું હતું કે સરકાર દ્વારા ક્રૂડ ઓઇલના ભાવો ઘટવા છતાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવતો નથી અને આડકતરી રીતે પ્રજા પર ટેક્સ વધારો નાખવામાં આવે છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને 102.91 રૂપિયા અને પ્રિમિયમ ડીઝલનો ભાવ 83.24 રૂપિયા થયો છે. છેલ્લા નવ દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.59 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.82 રૂપિયાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *