હવામાન ખાતા(Meteorological Department)ની આગાહી (Forecast)ના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પલટો જોવા મળી રહ્યો છે. આગાહીના પગલે દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કેટલાક વિસ્તારમાં ગુરુવાર, શુક્રવારે અને શનિવારે કમોસમી માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે હાલ દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બરબપોરે દાહોદના કતવારા ગામમાં કરા પડ્યા છે.
એટલું જ નહીં, દાહોદ સહિત બોરખેડા, લીલર, કટલા, ખાંગેલામાં પણ કમોસમી માવઠું પડ્યું છે. માવઠાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલ સમાચાર મળી રહ્યા છે કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. આહવા અને સુબિરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
અત્રે નોંધનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડશે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે. વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતા રહેતા સવારમાં ઠંડા પવન ફૂંકાશે.