એક રાજકુમારી કે જે દુનિયાને પોતાની નજરોથી જોવા માંગતી હતી તેને કટ્ટરાતાના નામે બલિ ચડાવી દેવામાં આવી. હવે આ રાજકુમારી માટે તેનો આલિશાન મહેલ જેલ બેની ગયો છે. આ રાજકુમારી બીજી કોઈ નહીં પણ દુબઈના શક્તિશાળી શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમની દિકરી શેખ લતીફા બિંત મોહમ્મદ અલ મખતૂમ (Latifa bint Mohammed Al Maktoum) છે. રાજકુમારી લતીફાનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે જેમાં તે દુનિયા પાસે દયાની ભિખ માંગી રહી છે અને પોતાની જીંદગી ખતરમાં હોવાનું જણાવી રહી છે.
નર્કાગાર બની ગયેલી જીંદગી જીવી રહેલી રાજકુમારીએ કહ્યું હતું કે, તેની વિલ અજ તેના માટે જેલ બની ગઈ છે. તેને બારી ઉઘાડવાની પણ મંજુરી નથી. તે વર્ષોથી આઝાદ થવા એક જંગ લડી રહી છે. પરંતુ હવે તેનો પહેલીવાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પણ તેને ડરતા ડરતા જેમતેમ કરીને ટોઈલેટમાંથી બનાવ્યો છે.
વર્ષ 2018માં ગૂમ થયેલી દુબઈ ના શક્તિશાળી શાસકની પુત્રી શહજાદી શેખ લતીફાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ સામે આવેલા આ વીડિયોને દુબઈની શહજાદીએ ટોઈલેટમાં બનાવ્યો છે. વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે તેને બંધક બનાવીને રખાઈ છે. રાજકુમારીએ એમ પણ કહ્યું છે કે, આ સ્થિતિમાં તે જીવતી રહી શકશે કે નહીં તે પણ તેને ખબર નથી.
વીડિયોમાં શેખ લતીફા એક જેલ વિલામાં જોવા મળી રહી છે. મનાઈ રહ્યું છે કે, તે સંયુક્ત આરબ અમીરાતના શહેરમાં છે. લતીફાએ એક વીડિયોમાં કહ્યું હતું કે, હું એક બંધક છું, આ વિલાને જેલમાં ફેરવાઈ દેવાયો છે. હું તાજી હવા માટે બહાર પણ જઈ શકતી નથી.
વર્ષ 2018માં શેખ લતીફા દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે બોટમાંથી પકડાઈ ગઈ હતી. શહજાદીના પિતા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમ દુબઈના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ પણ છે. શેખ લતીફા એક મિત્ર અને એક પૂર્વ ફ્રાન્સીસી જાસૂસની મદદથી બોટ દ્વારા ભાગી હતી. પરંતુ ત્યારબાદ તેને ભારતના સમુદ્ર કિનારા પાસેથી ફરી પકડી લેવાઈ હતી.
લતીફાએ વિલાના એક ટોઈલેટમાં આ વીડિયો ફોન પર રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તે કહે છે કે, હું નથી જાણતી કે હું ક્યારે છૂટી શકીશ અને જ્યારે હું છૂટીશ તું સ્થિતિ શું હશે. દરરોજ હું મારી સુરક્ષા અને જિંદગી અંગે ચિંતિત છું.