મોદી સરકાર દ્વારા સામાન્ય લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે કહ્યું છે કે, સામાન્ય માણસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવશે નહીં. હકિકતમાં બજેટ પહેલા એક ચર્ચા થઈ રહી હતી કે બજેટમાં કોવિડ સેસ સામાન્ય માણસ ઉપર લાદવામાં આવી શકે છે. જોકે બજેટમાં આવી કોઈ જાહેરાત નહોતી થઈ, લોકો હજી પણ વિચારી રહ્યા હતા કે કોવિડ સેસ પછીથી જાહેર થઈ શકે છે. હવે સરકારી સૂત્રો પાસેથી મળેલા સમાચારો મુજબ હવે કોઈ નવો ટેક્સ લાગશે નહીં.
કોવિડ સેસ ન લગાવવાનો નિર્ણય કેમ લેવાયો?
2021ના બજેટમાં જ પીએમ મોદીએ ભાર મૂક્યો હતો કે કોવિડ સેસ અથવા ટેક્સ સામાન્ય માણસ પર લાદવામાં નહીં આવે. હકીકતમાં પીએમ મોદી અને સરકારનું માનવુ છે કે, કોવિડ સેસ લાગુ કરવાથી લોકોના હાથમાં આવતા પૈસા ઓછા થઈ જશે અને આવી સ્થિતિમાં લોકો ખર્ચ ઘટાડશે. હાલમાં, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વધુ માંગ પેદા કરવાની જરૂર છે, જેથી લોકો ઝડપથી પૈસા ખર્ચ કરે અને અર્થવ્યવસ્થા પાટા પર આવે. જો બધી કંપનીઓના ઉત્પાદનો વેચાય તો સરકારને જીએસટી મળશે, સાથે સાથે જ્યારે કંપનીઓને ફાયદો થશે, ત્યારે કંપનીઓ પણ ટેક્સ ભરશે, જે સરકારની આવક વધારશે.
કેમ લાગી રહ્યી હતી કોવિડ સેસ લગવવાની અટકળો
લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે સરકાર કોરોના રસી લોકોને લગાવી રહી છે. આ માટે ઘણાં પૈસાની જરૂર પડશે. ઘણા રાજ્યો પણ આ માટે સબસિડીની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારના ખર્ચમાં ઝડપથી વધારો થશે, જેના કારણે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સરકાર તેની આવક વધારવા માટે અને આ ખર્ચને પહોંચી વળવા માટે કોવિડ સેસ અથવા ટેક્સ લાદી શકે છે.
પહેલાથી ડરેલા છે લોકો
નવો ટેક્સ નહીં લગાવવાનો મોદી સરકારનો નિર્ણય એ માટે પણ છે, કારણ કે લોકો પહેલાથી ડરેલા અને પરેશાન છે. આવી સ્થિતિમાં મોદી સરકાર લોકો વધુ પરેશાન થાય તેવું ઇચ્છતી નથી. કોરોનાકાળમાં લોકડાઉનને કારણે બધા વ્યવહારો બંધ થઈ ગયા હતા. ઘણા લોકોનો પગાર કપાયો તો ઘણા લોકોની નોકરી ચાલી ગઈ. આવી સ્થિતિમાં સરકાર નથી ઇચ્છતી કે બીજા સેસનો ભાર તેમના પર પડે અને તેઓ ખર્ચ કરવામાં અચકાય. પહેલેથી જ લોકો ખિસ્સામાંથી પૈસા કાઢતા ડરી રહ્યા છે. તેઓને એ વાતનો ડર છે કે ફરી નોકરી જતી ન રહે, તેથી લોકો કાળજીપૂર્વક પૈસા ખર્ચ કરી રહ્યા છે.