ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તુટ્યો, રેસ્ક્યૂ ટીમ રવાના, મોટી તબાહીની આશંકા જોવો વિડિયો

ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તુટ્યો, રેસ્ક્યૂ ટીમ રવાના, મોટી તબાહીની આશંકા જોવો વિડિયો

ઉત્તરાખંડના ચમૌલીના રેણી ગામ નજીક ગ્લેશિયર તુટ્યો છે. આ ગ્લેશિયર તુટવાના કારણે અહીંના પાવર પ્રોજેક્ટ ઋષિ ગંગાને મોટું નુંકસાન પહોંચ્યું છે. સાથે જ ધૌલીગંગા ગ્લેશિયરની તબાહી સાથે તપોવનમાં બેરેજને મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે.

તંત્રની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હજુ સુથી સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થઈ રહી કે આ તબાહીમાં કેટલું નુંકસાન થયું છે પરંતુ સ્થાનિકોએ બનાવેલા વીડિયો પરથી આ દુર્ઘટનાનો અંદાજો લગાવી શકાય છે. હાલ રાહત બચાવની કામગીરી માટે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.

આ ઘટનામાં જાનમાલનું મોટું નુંકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે આઠ થી નવ વાગ્યા વચ્ચેની છે. આ ઘટનાને લઈને તંત્ર એલર્ટ થઈ થયું છે. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ ગ્લેશિયર ચમેલી થઈને ઋષિકેશ સુધી પહોંચશે. જેને લઈને જોશીમઠ, શ્રીનગર સુધી હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે.

હેલ્પલાઈન નંબર જાહેર

મુખ્યમંત્રી રાવતે ટ્વીટ કરી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયા છો, કોઈ પણ પ્રકારની મદદની જરૂર છે તો કૃપા કરી ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરના નં. 1070 અથવા 9557444486 સંપર્ક કરે. કૃપા કરી અફવા નહી ફેલાવો, હું પોતે ઘટના સ્થળે જવા રવાના થઈ રહ્યો છું, મારી સૌને વિનંતિ છે કે કૃપા કરી કોઈ જુનો વીડિયો શેર કરી દહેશત નહી ફેલાવતા. સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. તમે સૌ ધીરજ રાખજો.

મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે કહ્યું કે, ચમોલી જિલ્લામાં એક આપદાની માહિતી મળી છે. જિલ્લા તંત્ર, પોલીસ અને ડિઝાસ્ટર સહિતના સંબંધિત વિભાગોને પરિસ્થિતિને પહોંચી વળવા સુચના આપી દેવામાં આવી છે.

ITBPનું નિવેદન

ITBPએ પણ નિવેદન જાહેર કરતા કહ્યું કે, રેણી ગામ નજીક ધૌલીગંગામાં ભારે પુર જોવા મળ્યું છે. ત્યાં આભ ફાટવાના કારણે જળાશય તુટવાના કારણે કેટલાંક જળસ્ત્રોતમાં પુરની સ્થિતિ આવી ગઈ છે અને ઘણી નદીઓના કિનારે ઘર તુટ્યા છે. જાનમાલ હાનિની નુંકસાનની સંખ્યા વધવાની શક્યતા છે. બચાવ કામગીરી માટે સેંકડો ITBPના જવાન પહોંચી ગયા છે.

પાવર પ્રોજેક્ટ ધ્વસ્ત

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટ્યો છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પણ ધ્વસ્ત થવાની વિગતો સામે આવી રહી છે. આ દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યાં છે. ધૌલી ગંગા નદીનું જળ સ્તર અચાનક વધી રહ્યું છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ સમગ્ર સ્થિતિની સમિક્ષા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *