યૂનાઈટેડ આરબ અમિરાત તેના આકરા કાયદાને લઈને દુનિયાભરમાં જાણીતો છે. UAEના દુબઈને લઈને વિદેશીઓમાં ભારે આકર્ષણ છે. પરંતુ અહીં જતી વખતે તમારે ભારે સાવધાની રાખવી પડે છે. કારણ કે એક જ શબ્દ તમને જેલના સળિયા ગણતો કરી શકે છે.
દુબઈમાં એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો પણ છે. આમ કરવા બદલ એક બ્રિટિશ મહિલા જેલ ભેગી થઈ હતી. આ એક અંગ્રેજી શબ્દ છે જે બોલવા પર દુબઈમાં મોટી સજા થઈ શકે છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આમ તો અરબ દેશોની સરખામણીએ લચીલા કાયદા છે પરંતુ અનેકવાર અહીંના કાયદા પણ કડકરૂપ ધારણ કરી શકે છે. અહીં અનેકવાર કરેલી મજાક એટલી ભારે પડી શકે છે જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ શકો છો. આવું જ કઈંક એક બ્રિટિશ મહિલા સાથે થયું.
આ બ્રિટિશ મહિલાને ફક્ત દેશ છોડતી વખતે એટલા માટે અટકાયતમાં લેવામાં આવી કે, તેણે તેની સાથે ફ્લેટ શેર કરતી એક યુક્રેનની યુવતીને ‘F*** YOU’ કહ્યું હતું અને આ યુવતીએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ શબ્દના કારણે હવે બ્રિટિશ યુવતી બે વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.
બ્રિટિશ મહિલા બ્રાઈટોનની ઉંમર 31 વર્ષ છે અને તે ગ્લૂકેસ્ટરશાયર (ઈંગ્લન્ડ) બેસ્ડ કંપનીમાં એચઆર મેનેજર છે. તેની સાથે ફ્લેટમાં એક યુક્રેની યુવતી રહેતી હતી. જે બ્રિટિશ મહિલા મુજબ ખુબ જ ચંચળ અને સારી છોકરી હતી. પરંતુ ઓક્ટોબર મહિનામાં તેણે પોતાની આ ફ્લેટમેટ પર ગુસ્સે થઈને વોટ્સએપ પર ‘F*** YOU’ લખી નાખ્યું હતું. તે પણ એટલા માટે કારણ કે લોકડાઉન દરમિયાન તેની રૂમ મેટે ડાઈનિંગ ટેબલ પર ઓફિસનું કામ કર્યું લીધુ હતું.
બ્રાઈટોને જણાવ્યું હતું કે, તેણે તેની ફ્લેટમેટને ઓક્ટોબર મહિનામાં આ મેસેજ મોકલ્યો હતો. હવે તે દુબઈ છોડીને હંમેશા માટે તેના પરિવાર પાસે બ્રિટન જઈ રહી હતી. તેનો કેટલોક સામાન પણ મોકલી દેવામાં આવ્યો હતો. વિઝા સમય પણ પુરો થવાનો હતો. તેણે ફ્લેટનું ભાડું ચૂકવ્યું અને એરપોર્ટ પહોંચી એરપોર્ટ પર જેવી અંદર જઈ રહી હતી ત્યારે તેને રોકવામાં આવી. તેણે જણાવ્યું કે તેની ઉપર અપરાધિક કેસ દાખલ છે. આ સમગ્ર મામલો જાણ્યા બાદ બ્રિટિશ મહિલાએ પોતાની યુક્રેની રૂમમેટને કેસ પાછો ખેંચવાની વાત કરી પરંતુ તેની રૂમમેટે કેસ પાછો ખેંચવાની ના પાડી દીધી. જો કે આ મહિલા વર્ષ 2018થી દુબઈમાં રહેતી હતી અને તેને કોઈ પણ પરેશાની ભોગવવી પડી નહતી.