Budget 2021: નોકરીયાતને ન મળી કોઈ રાહત, સરકારે આ વર્ગ માટે કરી મોટી જાહેરાત

Budget 2021: નોકરીયાતને ન મળી કોઈ રાહત, સરકારે આ વર્ગ માટે કરી મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સિતારમન આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણા નિર્મલા સિતારમન આજે ત્રીજીવાર બજેટ રજૂ કર્યું હતું. તેમણે તેમના ભાષણમાં કહ્યું હતું કે મુશ્કેલ સ્થિતિમાં બજેટ રજૂ કરાઈ રહ્યું છે. તેમણે કોરોના વિશે વાત કરતા કહ્યું કે જો લોકડાઉન ન લગાવ્યું હોત તો પરિસ્થિતિ વધારે ખરાબ થાત. કોરોના મહામારીએ મુશ્કેલી વધારી છે. અમે ક્યારેય નહોતુ વિચાર્યું કે દેશના આટલા લોકો જીવ ગુમાવશે. લોકડાઉનમાં PMGKY ની જાહેરાત કરવામાં આવી હતી. PMGKY દ્વારા 12 કરોડ લોકોને મદદ કરવામાં આવી.

બજેટની ખાસ વાતો

નિર્મલા સીતારમણનું ભાષણ પૂર્ણ. સદનની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત
મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવવાની જાહેરાત કરી છે. પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લાગુ કરાયો છે. જો કે સરકારે જાહેરાત કરી છે આ સેસનો બોજો ગ્રાહકો પર નહીં પડે. કહેવામાં આવી રહ્યું છે કે આ સેસ કંપનીઓને આપવો પડશે.
વાયુપ્રદુષણ ઘટાડવા 2000 કરોડનું પેકેડ જાહેર
ટેક્સ ભરતા કરદાતાને આ વખતના બજેટમાં કોઈ રાહત મળી નથી. ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવામાં મિડલ ક્લાસને જે બજેટ પહેલા આશાઓ હતી તેના પર પાણી ફરી વળ્યું છે.
પેન્શનથી થતી આવક ઉપર હવે ટેક્સ નહીં આપવો પડે
સેલેરી ધારકો માટે આ બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી
ઓટો પાર્ટસ ઉપર ડ્યૂટી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે
મોબાઈલ ઉપકરણ ઉપર કસ્ટમ ડ્યૂટીને વધારવામાં આવી
કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી
સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટી હટાવવામાં આવી
1 ઓક્ટોબરથી દેશમાં નવી કસ્ટમ ડ્યૂટી લાગુ થશે
સ્ટાર્ટને અપાતી છૂટમાં વધારો કરવામાં આવ્યો, તેની સમયમર્યાદા 31, 2022 સુધી કરવામાં આવી
ઈન્ફાસ્ટ્રક્ચરમાં વિદેશી રોકાણ માટે 100 ટકા છૂટ હતી, પરંતુ તેમા ફરિયાદો આવતા તેને દૂર કરવામાં આવશે.
નોટિફાઈડ ઈન્ફ્રા ડેટ ફંડ બનશે, જે જીરો કૂપન બોન્ડ જાહેર કરશે
બધા લોકોને સસ્તા દરે ઘર આપવાનો સરકારનો ટાર્ગેટ, 1.5 લાખ સુધીની રકમ પર વ્યાજ પર છૂટની સ્કીમ એક વર્ષ વધારવામાં આવી
ટેક્સ ઓડિટ લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો
નિવેશકોને આકર્ષિત કરવા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટડો કરવામાં આવ્યો, ડિવિડન્ડ ટેક્સ હટાવવામાં આવ્યો
ડિજિટલ ઈન્ડિયા માટે 3700 કરોડની ફાળવણી કરાઈ
ગોવા ડાયમંડ જૂબલી સેલિબ્રેશન માટે 300 કરોડની ફાળવણી
1000 કરોડ આસામ અને પશ્ચિમ બંગાળનાં ટી વર્કરો માટે આપવામાં આવશે
હવે 75 વર્ષથી વધુએ ITR ભરવો પડશે નહીં, આનો લાભ માત્ર પેન્શન લેવાવાળા લોકોને મળશે
ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ આ વખતે PSLV-CS51 લોન્ચ કરશે
ગગનયાન મિશનનું માનવ રહિત પહેલુ લોન્ચ ડિસેમ્બરમાં થશે
એનઆરઆઈને ડબલ ટેક્સમાંથી મૂક્તિ આપવામાં આવી
75 વર્ષથી વધુ વર્ષના સિનિયર સિટિઝનને ટેક્સમાંથી મુક્તિ મળશે
75 એકલવ્ય શાળા આદિવાસી વિસ્તારમાં ખોલવામાં આવશે
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના થશે
ભારતમાં આવનારી વસ્તી ગણતરી ડિજિટલ રીતે થશે
સ્વામિત્વ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે
એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવશે
ઓપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત
તમિલનાડુ ફિશ લેડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે
માઈગ્રેટ વર્કરો માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવશે
મહિલાઓને બધી શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે
નાઈટ શિફ્ટ માટે સુરક્ષા આપવામાં આવશે
MSME સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવી
મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો
સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
18 હજાર કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા
વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી
રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે
સેન્સેક્સમાં 900 અંકનો ઉછાળો
એર ઈન્ડિયાએ સરકાર વેંચશે
આ વર્ષે એલઆઈસીનો IPO આવશે
યૂપીએ કરતા મોદી સરકારે ત્રણ ઘણી વધુ રકમ ખેડૂતોના ખાતામાં નાખી
મોદી સરકારા દરેક ક્ષેત્રમાં ખેડૂતોને મદદ કરી રહી છે
દાળ, ઘઉ સહિતના પાકોની એમએસપી વધારી છ
નિર્મલાએ સરકાર ખેડૂતોને સમર્પિત કહેતા જ થયો હંગામો
સિંચાઈ માટે 5 હજાર કરોડની જાહેરાત
ખેડૂતો માટે કૃષી ઈન્ફ્રાસ્ટ્રક્ચ ર ફંડની જાહેરાત
મત્સ્યઉદ્યોગ માટે 5 નવા બંદરો વિકસાવાશે
ઉચ્ચ શિક્ષણ માટે કમિશન બનાવવામાં આવશે
100 નવી સૈનિક સ્કૂલો ખોલવામાં આવશે

તમણે વધુમાં કહ્યું કે, આપણે અત્યારે 10 દેશોને રસી આપી રહ્યા છીએ. વિશ્વના બીજા દેશો કરતા ભારતમાં મૃત્યુંદર ઓછો રહ્યો છે. આ પહેલા અને પાંચ નાના બજેટ રજૂ કર્યા હતા. આ બજેટથી ટકાઉ વિકાસ દર મેળવી શકાશે. અમારો પ્રયાસ ખેડૂતોની આવક બમણી કરવાનો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમે લોકડાઉનમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. 2021માં ઘણા મોટા નિર્ણયો લેવાની પણ વાત નાણા મંત્રીએ કરી હતી.

વિરોધ માટે કાળા કપડા પહેરીને કોંગ્રેસના સાંસદો આવ્યા છે
કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔજલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણનો પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોનલના મામલે કોંગ્રેસ સાંસદે વિરોધ કર્યો હતો.

લોકસભામાં કાર્યવાહી શરૂ
બજેટને કેબિનેટની મળી મંજૂરી
કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે
બજેટ પહેલા અનુરાગ ઠાકુરે હનુમાનજીની પૂજા કરી હતી
નિર્મલા સિતારમન સંસદ ભવન ખાતે પહોંચ્યાં છે અને થોડીવારમાં મોદી કેબિનેટની બેઠક થશે
બજેટ રજૂ થાય તે પહેલા સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો
પહેલીવાર નાણામંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે
આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. ત્યારે નાણા મંત્રી નિર્મલા સિતારમન નાણા મંત્રાલયે પહોચ્યાં છે.
થોડીવારમાં રાષ્ટ્રપતિ ભવન જશે નાણામંત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *