ફેન્સની આતુરતાનો અંત આવ્યો: વિરુષ્કાએ દીકરીની પહેલી તસવીર શેર કરી નામ જાહેર કર્યું

ફેન્સની આતુરતાનો અંત આવ્યો: વિરુષ્કાએ દીકરીની પહેલી તસવીર શેર કરી નામ જાહેર કર્યું

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરીની પધરામણી થઇ હતી. તેના સ્વાગત માટે વિરુષ્કા સહિત તેમના ફેન્સ પણ આતુર હતા. ત્યારે હવે અનુષ્કાએ દીકરીનો પહેલો ફોટો પણ શેર કર્યો છે અને તેણે દીકરીનું નામ પણ ફેન્સને જણાવી દીધું છે. અનુષ્કાએ કહ્યું કે તેની દીકરીનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. આ સાથે જ તેણે એક સરસ ફોટો પણ શેર કર્યો છે.

અનુષ્કા શર્માએ પોતાની દીકરીનો ફોટો શેર કરીને લખ્યું કે, અમે પ્રેમ, આભાર સાથે પોતાની જિંદગી જીતી આવ્યા છે. પરંતુ આ નાનકડી વામિકા એ એક અલગ લેવલની દુનિયા પર જ પહોંચાડી દીધા. આંસુ, હંસી, ખુશી, ચિંતા… ક્યારેક ક્યારેક આ ભાવનાઓ કેટલીક મિનિટોમાં જ અનુભવાય જાય છે. ઉંઘ ઉડી ગઈ છે પણ અમારું દિલ ભરાઈ ગયું છે. તમારી શુભકામનાઓ, પ્રાર્થના અને સારી એનર્જી માટે આભાર..

ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીનો જન્મ મુંબઈના બીજ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટે આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને એક લાંબી પોસ્ટ લખી હતી. ત્યારે ફેન્સ સાથે સાથે સેલેબ્સે પણ તેને શુભકામનાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *