ચિરાગ પાસવાન NDAમાં છે કે નહીં? તેનો જવાબ લોક જનશક્તિ પાર્ટી (LJP) તરફથી સ્પષ્ટ રીતે આવતો નથી. એલજેપીના નવા સુપ્રીમો ચિરાગ પાસવાન સિવાય કોઈને પણ આ મુદ્દે કોઈ કહેવાનો અધિકાર પણ નથી. પાર્ટીમાં આ નિર્ણય ચિરાગ પાસવાન જ લશે. આમ તો ભાજપ એમ માની રહ્યું છે કે ચિરાગ પાસવાન તેમની સાથે છે. પરંતુ જેડીયુનું કહેવું છે કે ચિરાગ હવે એનડીએમાં (NDA) નથી.
મંત્રી પદ ન મળતાં ભાજપથી નારાજ
એલજેપી પાસે લોકસભામાં 6 સાંસદ છે, એટલે કે એનડીએમાં ત્રીજી મોટી પાર્ટી ચિરાગ પાસવાનની એલજેપી છે. પરંતુ રામવિલાસ પાસવાનના અવસાન બાદ ચિરાગ પાસવાન રાહ જોઇ રહ્યા છે કે તેમના પિતાને બદલે તેમને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ચિરાગ પાસવાન કેન્દ્ર સરકારમાં મંત્રી પદ ન મળતાં ભાજપથી નારાજ છે.
આમ તો નારાજ હોવાનો હક માત્ર ચિરાગ પાસવાને જ નથી. ચિરાગ પાસવાનથી એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી જેડીયુ પણ નારાજ છે. નારાજગી એટલી બધી છે કે નવા ચૂંટાયેલા જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું નામ શાંભળતા ભડકી ગયા હતા. તેઓ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેઓ નિયંત્રણથી બહાર નીકળી ગયા હતા. જ્યારે મીડિયાકર્મીઓએ આરસીપી સિંહને ચિરાગ પાસવાન વિશે પૂછ્યું, ત્યારે તે ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે અમે બીજા પક્ષ વિશે વાત નથી કરતા, તમે જેનું નામ લોશો મારે તેના વિશે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી.
ચિરાગ પાસવાન એનડીએમાં નથી- JDU
જોકે, જેડીયુના પ્રધાન મહાસચિવ કેસી ત્યાગી એમ માની રહ્યા છે કે ચિરાગ પાસવાન હવે એનડીથી બહાર છે. જો તેમને કોઈપણ સ્તરે એનડીએના કાર્યક્રમો અથવા સરકારનો ભાગ બનાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવે છે, તો તે એક અનૈતિક કાર્ય હશે. જો આવા લોકો એનડીએ આવે છે તો અમે વિરોધ કરીશું. એલજેપીના કારણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના સંખ્યા બળમાં ઘટાડો થયો હતો. તેનુ નુકસાન ના માત્ર જેડીયુને થયું પરંતુ ભાજપના પણ ઘણા ઉમેગવાર ચિરાગ પાસવાનને કારણે ચૂંટણીમાં હાર્યા હતા. કેસી ત્યાગીએ કહ્યું કે, જેમણે બિહારમાં એનડીએ માટે જમીન બગાડી, તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ન સાંભળ્યું, તેમનુ એનડીએ સાથે આવવું યોગ્ય રહેશે નહીં.
બિહાર વિધાનસભામાં બંધ થશે LJPનું ખાતુ?
ચિરાગ પાસવાનને આશા હતી કે બિહાર ચૂંટણી બાદ પિતા રામવિલાસની જગ્યાએ તે (ચિરાગ પાસવાન) કેન્દ્રમાં વડા પ્રધાનની ટીમમાં જોડાશે. ભલે તેમની બિહારમાં નીતીશ કુમાર સાથન બનતી હોય. કેમ કે ચિરાગ પાસવાનને જાહેરમાં વિરોધ કરવાની કોઈ તક મળી નહોતી, તો માનવામાં આવે છે કે તેઓ એનડીએની બેઠકમાં ન જઈને ભાજપ સુધી તેમની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બિહારમાં ભાજપ નીતિશ કુમારને નારાજ કરવા માંગતી નથી, તેવામાં ચિરાગનો રસ્તો મુશ્કેલ જણાઈ રહ્યો છે.