સિંઘુ બૉર્ડર પર સ્થાનિકો અને ખેડૂતો આવ્યા સામસામે, પોલીસે કર્યો લાઠીચાર્જ

સિંઘુ બૉર્ડર પર સ્થાનિકો અને ખેડૂતો આવ્યા સામસામે, પોલીસે કર્યો લાઠીચાર્જ

દિલ્હી ની સિંઘુ બૉર્ડર પર જોરદાર બબાલ ચાલું થઈ છે. અહીં પર ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પ્રદર્શનકારીઓની વચ્ચે પથ્થરમારો થયો છે. સાથે જ બંને જૂથોની વચ્ચે ઘર્ષણ થયું છે. બબાલની વચ્ચે રહેલી પોલીસે પણ પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો છે. શુક્રવારની સવારે જ દિલ્હી ની સિંઘુ બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો ખેડૂત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ પ્રદર્શન કરવા આવ્યા હતા. અહીં “તિરંગે કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન”ના નારા લાગ્યા અને તરત હાઇવે ખાલી કરવાની માંગ કરી છે.

ખેડૂત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ પ્રદર્શન

બંનં ટોળા વચ્ચે ચાલી રહેલા પથ્થરમારા અને સંઘર્ષ વચ્ચે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો છે અને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આ બબાલની વચ્ચે અનેક લોકો ઘાયલ થયા છે અને પોલીસ કર્મચારીઓને પણ ઇજા થઈ હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના સવારે જ દિલ્હી સિંઘુ બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો ખેડૂત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ પ્રદર્શન કરવા આવ્યા હતા. ગુરૂવારના સ્થાનિક લોકોએ સિંઘુ બૉર્ડર પર ધરણાની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતુ. આ લોકોએ ખુદને હિંદુ સેનાના ગણાવ્યા હતા અને કહ્યું હતુ કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન થયું છે એ સહન નહીં કરવામાં આવે.

ઘર્ષણને રોકવા માટે લાઠીચાર્જ

સિંઘુ બૉર્ડર પર પોલીસે બંને ટોલા વચ્ચે થઈ રહેલા ઘર્ષણને રોકવા માટે લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. અહીં તલવાર અને અન્ય હથિયારો તેમજ પથ્થરોથી હુમલો થયો છે. સિંઘુ બૉર્ડર પર ગુસ્સે ભરાયેલા ગ્રામીણોની ભીડને નિયંત્રિત કરવામાં પોલીસ લાગી છે અને લાઠી ચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગ્રામીણોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહીં. પોલીસે ગ્રામીણો પર જોરદાર લાઠીચાર્જ શરૂ કરી દીધો, આંસૂ ગેસના ગોળા પણ છોડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *