ઉખડવા લાગ્યા તંબુ, સમેટાયા બિસ્તરા પોટલા… તો શું ખેડૂત આંદોલનનો થઈ ગયો The End!

ઉખડવા લાગ્યા તંબુ, સમેટાયા બિસ્તરા પોટલા… તો શું ખેડૂત આંદોલનનો થઈ ગયો The End!

કૃષિ કાયદા કાયદા વિરૂદ્ધ ખેડૂતોના બે મહિનાથી ચાલી રહેલા આંદોલન અને વિરોધ પ્રદર્શન હવે ધીમે ધીમે વિખેરાઈ રહ્યું હોવાના સંકેત મળી રહ્યાં છે. અનેક ખેડૂત સંગઠનોએ ગઈ કાલે સોમવારે ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા માં ઘટેલી ઘટનાનો વિરોધ કરતા આંદોલન અધવચ્ચે જ છોડવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય કિસાન યૂનિયન ના પ્રમુખ ઠાકુર ભાનું પ્રતાપ સિંહ અને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના વીએમ સિંહે આંદોલન સાથે છેડો ફાડી રહ્યાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ ખેડૂતો પ્રદર્શન સ્થળેથી ટેંટ-વિસ્તરા પોટલા સમેટીને ચાલતી પકડી રહ્યાં છે.

ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં ખેડૂતોના એક જુથ દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન નબળું પડી ગયું છે. એક તરફ દેશભરમાં ખેડૂતોના વિરૂદ્ધ ગુસ્સો છે તો બીજી તરફ ખેડૂત સંગઠનોમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી દીધા છે. ચિલ્લા બોર્ડર પરથી પોતાના ટેન્ટ અને સામાન ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

ટેન્ટ અને સામાન ઉખડવા લાગ્યા

ભારતીય કિસાન યૂનિયન (ભાનૂ)ના અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે કિસાન આંદોલનથી અલગ થવાની અને આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી હતી. તેની થોડીવાર પછી ચિલ્લા બોર્ડર પર બેઠેલા ખેડૂતો પોતાના ટેન્ટ ઉતારતા જોવા મળ્યા હતા. આ સંગઠન ખેડૂતોને ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાના વિરોધમાં પ્રદર્શનનો અંત આણી રહ્યા છે.

આ કિસાન યૂનિયને ફાડ્યો છેડો

આ અગાઉ અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહએ કહ્યું હતું કે, તે આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યા છે. સિંહે સરકાર અને ઘણા ખેડૂતો નેતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હીમાં જે થયું આ બધામાં સરકારની પણ ભૂલ છે. જ્યારે કોઇ 11 વાગ્યાના બદલે 8 વાગે નિકળી રહ્યું છે તો સરકાર શું કરી રહી હતી? જ્યારે સરકારને ખબર હતી કે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારને કેટલાક સંગઠનોએ કરોડો રૂપિયા આપવાની વાત કરી હતી ત્યારે સરકાર ક્યાં હતી?

સિંહે ખેડૂતો પર સાધ્યું નિશાન

વીએમ સિંહે કહ્યું હતું કે, કોઇએ એવા વ્યક્તિ સાથે અમે કોઇ એવા વ્યક્તિ સાથે કૃષિના વિરોધમાં આગળ ન વધી શકીએ જેની દિશા કંઇક અલગ હોય. એટલા માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. તે હું અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ આ વિરોધને તાત્કાલિક પરત લઇ રહી છે.

વીએમ સિંહે કહ્યું કે હિંદુસ્તાનનો ધ્વજ, ગરિમા, મર્યાદા બધાની છે. તે મર્યાદાને જોઇ ભંગ કરી છે, ભંગ કરનાર ખોટા છે અને જેમણે ભંગ કરવા દીધી તે પણ ખોટા છે. ITO માં એક સાથી શહીદ થઇ ગયા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ખેડૂતોને લાલ કિલ્લા સુધી લઇને ગયા જેમણે ખેડૂતોને ઉશ્કેર્યા તેના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. આમ ખેડૂત સંગઠનોમાં ફાંટા પડતા હવે ધીમે ધીમે રાજધાની દિલ્હી ખાલી થઈ રહી છે અને ખેડૂત આંદોલન પણ નબળું પડશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *