AUSvIND: ઓસ્ટ્રેલિયા ટૂર માટે ટીમ ઈન્ડિયામાં થયા મોટા ફેરફાર, રોહિત શર્માને ટીમમાં સામેલ કરાયો

AUSvIND: ઓસ્ટ્રેલિયા ટૂર માટે ટીમ ઈન્ડિયામાં થયા મોટા ફેરફાર, રોહિત શર્માને ટીમમાં સામેલ કરાયો

જાન્યુઆરી મહિનામાં ભારતીય ટીમ (Team India)નો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પિતા બની જશે. અને પિતા બનવા જઈ રહેલો કોહલી આ સમય પોતાની પત્ની અનુષ્કા (Anushka Sharma) સાથે વિતાવવા માગી રહ્યો છે. અને તેથી કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયા (Australia Tour) સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમીને ભારત પરત ફરી જશે. આ મામલે કોહલીએ BCCIને જાણકારી આપી દીધી છે. તો બોર્ડની બેઠકમાં રોહિત શર્મા (Rohit Sharma)ને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો છે. જાન્યુઆરીમાં કોહલી પિતા બનવાનો છે અને તેથી તે 3 ટેસ્ટ મેચ નહીં રમે.


ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થનાર છે. ટીમ પહેલાં 3 વન-ડે મેચ રમશે અને તે બાદ 3 T20 મેચોની સીરિઝ હશે. અને તે બાદ ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. રવિવારે સીનિયર ટીમની સિલેક્શન કમિટીની બેઠક થઈ હતી અને બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ બાદ અમુક રિપ્લેસમેન્ટ પણ કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલી પહેલી ટેસ્ટ મેચ બાદ પરત ફરશે

વિરાટ કોહલીએ અગાઉથી જ જણાવી દીધું તું કે, પહેલી ટેસ્ટ મેચ બાદ ભારત પરત આવી જશે. 17 ડિસેમ્બરે એડિલેડમાં ટેસ્ટ મેચ રમાશે. આ ડે નાઈટ ટેસ્ટ મેચ હશે. પણ જાન્યુઆરીમાં પિતા બનવાને કારણે વિરાટ પત્ની અનુષ્કા શર્મા સાથે રહેવા માગે છે.

BCCI પ્રેસ રીલિઝ જાહેર કરીને જાણકારી આપી કે, રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે. પહેલાં ઓસ્ટ્રેલિયા ટૂર માટે રોહિતને આરામ આપવામાં આવ્યો હતો અને તેની પસંદગી કરવામાં આવી ન હતી. જે બાદ મોટો વિવાદ થયો હતો. બોર્ડની મેડિકલ ટીમ રોહિતની ફિટનેશ પર નજર રાખીને બેઠી છે. શર્મા અંગે સિલેક્શ કમિટીએ વન ડે અને ટી20 સીરિઝમાં આરામ આપ્યો છે. અને ટેસ્ટ સીરિઝ માટે તેને સામેલ કરાયો છે.

ઈજાગ્રસ્ત વરુણ ટી20 સીરિઝમાંથી બહાર

આ ઉપરાંત સંજુ સેમસનને વન-ડે મેચમાં વિકેટકીપર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત ઈશાંત શર્મા સાજો થયા બાદ તેની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તો વરુણ ચક્રવર્તીને ખભામાં ઈજાને કારણે T20 સીરિઝમાંથી હટાવી દેવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત રિદ્ધિમાન સાહા વિશે પછીથી નિર્ણય કરવામાં આવશે. કમલેશ નાગરકોટી પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી નહીં શકે.

ટીમ ઈન્ડિયાની ટી20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, ટી નટરાજન.

ટીમ ઈન્ડિયાની વનડે ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, સંજુ સેમસન (વિકેટકીપર).

ટીમ ઇન્ડિયા ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, મોહમ્મદ. સિરાજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *