રાજકોટમાં 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિના સુધી બેટરી સેલ ફસાયેલો રહ્યો પછી જે થયું એ ..

રાજકોટમાં 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિના સુધી બેટરી સેલ ફસાયેલો રહ્યો પછી જે થયું એ ..

તાજેતરમાં વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત ડો.ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટના 6 વર્ષના આર્યન હિતેશભાઈ ચૌહાણ (ઉં.વ.6)ના નાકમાં 5 મહિનાથી બેટરી સેલ ફસાયો હતો. તેના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા 5 મહીનાથી આર્યનને શરદી મટતી નહોતી. તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. તેમજ બાજુનું નાક બંધ થઈ જતું અને અને દુખાવો પણ થતો હતો. વારંવાર દવાઓ લેવા છતાં ફરક ન જણાતા હોસ્પિટલ ખાતે એક્સ-રે કરાવતા માલુમ પડ્યું કે તેના નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલી છે. આથી ઓપરેશન કરતા બેટરી સેલ નીકળ્યો હતો.

આર્યને રમતા રમતા બેટરી સેલ નાકમાં નાખી દીધો હતો બાળકના પિતા હિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી આશરે 5 મહિના પહેલા આર્યને રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો. આથી તબીબે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી આર્યનના નાકમાં ફસાયેલો બેટરી સેલ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.

બેટરી સેલમાંથી નીકળતા કેમિકલ નાકની અંદર રહેલા પડદાને નુકસાન પહોંચાડતું
ડો ઠક્કરના જણાવ્યા મુજબ આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉંમર માત્ર 6 વર્ષ છે. બેટરી સેલ જેવી ખૂબ જ જોખમી વસ્તુ કે જે ગણતરીના કલાકોમાં જ જેમાંથી નીકળતા ઝેરી કેમિકલ તે નાકના પડદાને તથા અંદરની ચામડીને નુકસાન કરે છે. આથી બાળકના જીવનું જોખમ ઉભું કરે છે. પાંચ મહિના જેટલા લાંબા સમયથી નાકમાં ફસાયેલા સેલને કાઢવામાં પણ તકલીફ પડે છે. કેમ કે તે નાકની અંદર આસપાસની ચામડી સાથે ચોંટી ગયો હતો. જે આપણેને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે.

સામાન્ય બાબત પણ ગંભીર પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ જાય છેઃ તબીબ
આવા સંજોગોમાં તબીબની સમયસૂચકતાથી અને કુનેહપૂર્વક દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ બાળકના નાકમાં પાંચ મહિનાથી ફસાયેલો બેટરી સેલ કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો. આ તબક્કે તબીબે જણાવ્યું હતું કે, નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું કે તે શેનાથી રમે છે? શું મોઢામાં કે નાકમાં કે કાનમાં નાખે છે. કેમ કે ક્યારેક સામાન્ય બાબત પણ ગંભીર પરિસ્થિતિમાં પરિવર્તિત​​​​​​​ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *