અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બરાબરનો ચૂંટણી જંગની સાથો સાથ શાબ્દિક યુદ્ધ પણ બરાબરનું જામ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે જ્યારે બાઈડેને અત્યારથી જ પરિપક્વતાનો પરિચય આપ્યો હતો.
બાઈડેને આજે પોતાના સમર્થકો અને દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ત્યાંના લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પને એક સંદેશ પણ આપ્યો હતો. ટ્રમ્પ પહેલા જ કહી ચુક્યા છે કે જો તેઓ હારશે તો કાયદાકીય લડાઈ લડવાથી પીછેહઠ નહીં કરે.
આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કરતા જો બાઇડને ટ્રમ્પને સંદેશ આપ્યો હતો. બાઇડને કહ્યું હતું કે, આપણે વિરોધી હોઈ શકીએ પરંતુ દુશ્મન નહીં. આપણે અમેરિકન છીએ. આપણે યાદ રાખવું પડશે કે આપણા રાજકારણનો ઉદેશ્ય નિર્દયી યુદ્ધ નથી.
બાઇડને કહ્યું હતું કે, આપણને ખબર છે કે આ ચૂંટણી પછી તણાવ વધી શકે છે, જેવું તાજેતરમાં થયું હતું. પરંતુ આપણે શાંત રહેવાની જરૂર છે. ધૈર્ય રાખો. આ પ્રક્રિયાને પૂર્ણ થવા દો. કારણ કે આપણે બધા મતોની ગણતરી કરીએ છીએ.”
તેમણે કહ્યું હતું કે, આપણે 24 વર્ષમાં એરિઝોનામાં જીતનારા પ્રથમ ડેમોક્રેટ બનીશું. આપણે 28 વર્ષમાં જ્યોર્જિયામાં જીતનારા પ્રથમ ડેમોક્રેટ હોઈશું. અમેરિકન લોકોએ આપણને કોવિડ, અર્થવ્યવસ્થા, જળવાળું પરિવર્તન અને પરંપરાગત વંશભેદ પર કાર્યવાહી કરવા માટે જનાદેશ આપ્યો છે. બાઇડને કહ્યુ કે દર કલાકે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકાએ પરિવર્તનની પસંદગી કરી છે. આ સંખ્યા સ્પષ્ટ કહી રહી છે કે અમે દૌડમાં જીતી જઈશું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડેમેક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન મહત્વપૂર્ણ રાજ્ય જ્યોર્જિયા અને પેનસિલ્વેનિયામાં આગળ ચાલી રહ્યા છે. તેઓ ઐતિહાસિક ટક્કરમાં જીત હાંસલ કરવાની નજીક છે.