ધો.9થી 12 અને કોલેજો દિવાળી બાદ શરૂ કરવા બેઠક, શિક્ષણમંત્રીએ કહ્યું કે

ધો.9થી 12 અને કોલેજો દિવાળી બાદ શરૂ કરવા બેઠક, શિક્ષણમંત્રીએ કહ્યું કે

કોરાનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિકથી લઈ કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરાવવાની તૈયારીઓમાં લાગી ગઈ છે, જેને પગલે શિક્ષણ વિભાગે દિવાળી પછી કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડ-19 માટેની નવી ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવશે, એ જોતાં દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ થાય એવી શક્યતાઓ છે. એ પછી તબક્કાવાર સ્કૂલો શરૂ કરાશે, પણ એ પહેલાં સ્કૂલ-સંચાલકો અને શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગ સાથે બેઠકો કરશે. શિક્ષણ વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, સ્કૂલો ડિસેમ્બર બાદ શરૂ થઈ શકે છે, પણ કોલેજોના મામલે દિવાળી બાદ નિર્ણય થઈ શકે છે, જ્યારે સ્કૂલો ખૂલવા મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે, સ્કૂલો ખોલવા અંગે SOP તૈયાર કરવા સૂચના આપી છે.

1 નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થઈ
આ પહેલાં કોરોનાને કારણે UGCએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું હતું. આ કેલેન્ડેર મુજબ 1 નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ અગાઉ 1 સપ્ટેમ્બરથી સત્ર ચાલુ કરવાની જાહેરાત કરી હતી. યુનિવર્સિટી અને કોલેજોમાં 31 ઓક્ટોબર સુધીમાં પ્રવેશપ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. કોરોનાને કારણે સ્થિતિ બગડતાં નવા શૈક્ષણિક સત્રની નવી તારીખો જાહેર કરાઈ છે. પરીક્ષા માટે 1 માર્ચથી લઇને 7 માર્ચ, એટલે કે 7 દિવસનો બ્રેક આપવાનો રહેશે.

27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમેસ્ટર બ્રેક
જ્યારે 8 માર્ચથી 24 માર્ચ સુધી પરીક્ષાઓ લેવામાં આવશે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમેસ્ટર બ્રેક આપવામાં આવશે. 5મી એપ્રિલે ફરીવાર સેમિસ્ટર શરૂ કરવામાં આવશે, જેમાં તારીખ 1 ઓગસ્ટથી લઈને 8મી ઓગસ્ટ સુધી પરીક્ષા માટે બ્રેક આપવામાં આવશે. 9થી 21 ઓગસ્ટ વચ્ચે પરીક્ષા લેવામાં આવશે. તારીખ 22થી 29મી ઓગસ્ટ વચ્ચે સેમેસ્ટર બ્રેક આપવામાં આવશે. આમ, યુજીસીએ જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડરમાં વેકેશન પર કાપ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *