ભાવુક અપીલ:સબા- ફરાહે કહ્યું- જ્યારે અમે મતદાન કરી શકીએ છીએ તો આપ કેમ નહીં

ભાવુક અપીલ:સબા- ફરાહે કહ્યું- જ્યારે અમે મતદાન કરી શકીએ છીએ તો આપ કેમ નહીં

એકબીજાના માથાં સાથે જોડાયેલા જોડિયા બહેન સબા અને ફરાહે પણ મતદાન કર્યું છે. તેમણે મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. સબા-ફરાહ પટનાના સમનપુરામાં રહે છે. ચૂંટણી પંચે મતદારોને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયા પર જે પ્રેરક કહાણીઓ પોસ્ટ કરી છે, તેમાં 23 વર્ષની સબા- ફરાહનું નામ પણ છે. મંગળવારે બંને બહેનોએ મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો. બંને કહે છે, જ્યારે અમે મત આપી શકીએ ત્યારે તમે કેમ નહીં? આ વખતે ચૂંટણી પંચે બંને માટે અલગ-અલગ મતદાર કાર્ડ આપવામાં આવ્યું છે. બંનેએ થોડા દિવસ પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. સબાહ-ફરાહ દીધા વિધાનસભા મત વિસ્તારની મતદાતા છે.

સબા અને ફરાહ એકબીજાના માથાં સાથે જોડાયેલ છે, પરંતુ વિચારે છે અલગ-અલગ. ગત વિધાનસભાની ચૂંટણીમાં બંને પાસે એક જ મતદાર ઓળખકાર્ડ હતું. ચૂંટણી પંચે જોડિયા હોવાને કારણે બંનેને એક જ મતદાર માની હતી. પરંતુ બાદમાં પંચે બંને માટે અલગ-અલગ મતદારકાર્ડ બનાવ્યા હતા. આ પહેલી વિધાનસભાની ચૂંટણી છે જ્યારે બંને બહેનોએ અલગ-અલગ મત આપ્યા છે. તેથી, તેમની ખુશી માટે કોઈ સ્થાન નથી.

પહેલા એક જ મતદાર કાર્ડથી મતદાન કરતી હતી

બંને બહેને લગભગ 23 વર્ષની થઈ ચૂકી ચે. જ્યારે એક મતદાર કાર્ડ હતુ ત્યારે બંને માળીને મતદાન કરતી હતી. એટેલે કે સબા કહેતી હતી કે બટન દબાવો અને ફરાહ બટન દબાવતી હતી. બાદમાં જ્યારે આ બંનેના અલગ મતદારકાર્ડ બન્યા ત્યારે મતની ગોપનીયતા સમાપ્ત નહીં થાય તેવું પણ સામેઆવ્યું હતું! પરંતુ બંનેના શરીરની રચના એવી છે કે જો એક મત આપે છે તો બીજી તે સમયે જોઈ શકશે નહીં. બંનેના માથાં વિપરીત દિશામાં છે.

ભાઈ સલમાન ખાન ભૂલી ગયો
બંને જ્યાં રહે છે તે ઘર એસ્બેસ્ટસનું છે. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાને બંનેને બહેનો બનાવી હતી, મુંબઈ ગયા પછી બંનેએ રાખડી બાંધી હતી અને આ પછી સલમાન ભાઈએ બન્નેને ભૂલી ગયા આ હોવા છતાં બંને સલમાન ખાનની ચાહક છે. બંને બહેનો કહે છે કે સલમાન ભાઈ અમને ભલે ભૂલી જાય પણ અમે તેને ભાઈ માની ચૂકી છે અને ક્યારેય ભૂલી નહીં શકીએ.. સબા અને ફરાહના શરીરની સમસ્યા એ છે કે બંને બહેનો એક શરીર અને બે જીવ છે. એકને ક્યાંક જવું હોય તો બીજાને પણ જવું જ પડે. બંને એબીજાની ભાવનાઓનું ધ્યાન રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *