તારક મહેતાના આ કલાકારનો જીવ ખતરામાં, એક વ્યક્તિએ ગાળો ભાંડી 3 વખત ધમકાવ્યો અને હવે સીધી જાનથી…

તારક મહેતાના આ કલાકારનો જીવ ખતરામાં, એક વ્યક્તિએ ગાળો ભાંડી 3 વખત ધમકાવ્યો અને હવે સીધી જાનથી…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak mehta ka ooltah chashmah)ગોગીનું (Gogi aka samay shah) પાત્ર ભજવનાર ટીવી અભિનેતા સમય શાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સમય શાહના બોરીવલી સ્થિત બિલ્ડીંગની પાસે થઇ.

કેટલાક છોકરાઓએ સમય શાહની સાથે ખરાબ વ્યવહાર કર્યો અને તેને જાનથી મારી ધમકી આપી છે. હજી સુધી તે છોકરાઓની ઓળખ થઇ શકી નથી. બિલ્ડિંગના સીસીટીવી (CCTV)ફુટેજ મળી ગયા છે. જેના આધાર પર પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના 27 ઓક્ટોબરની છે. આ ત્રીજી વખત છે જ્યારે સમય શાહને ગુંડાઓએ ધમકાવ્યો છે.

સમયે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સીસીટીવી ફુટેજની તસવીર શેર કરી છે. જેમા એક બદમાશ નજરે પડી રહ્યો છે. તેની સાથે થયેલી તે રાતની ઘટના જણાવી છે.

સમયે લખ્યું છે કે બે દિવસ પહેલા આ વ્યક્તિ મારી બિલ્ડિંગમાં આવ્યો અને કોઇ કારણ વગર મને ગાળો આપવા લાગ્યો મને ખબર નથી કે તે કોણ છે. મને ગાળો બોલવા પાછળ શું કારણ છે. તેણે મને ધમકી આપી કે તે મને મારી નાખશે. જે લોકો મને પ્રેમ કરે છે હું તે લોકો સાથે આ જાણકારી શેર કરું છું. મને લાગે છે કે જો મારી સાથે કઇ થઇ જાય છે તો તે મારા અને મારા પરિવાર માટે સારું રહેશે. આભાર!

સમય શાહે એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે રાતના લગભગ સાડા આઠ વાગી રહ્યા હતા. જ્યારે હું શુટિંગ ખતમ કર્યા બાદ મારી બિલ્ડિંગ પર પહોંચ્યો. એક વ્યક્તિ અચાનક મારી પાસે આવ્યો અને કઇ કહ્યા વગર અચાનક મને ગાળો બોલવા લાગ્યો અને તે ઘટના બાદ હું પરેશાન છું, સમય શાહની માતાએ જણાવ્યું કે 15 દિવસમાં ત્રીજી વખત તેની સાથે આવું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *