ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્રના પ્રારંભ દિવસે કોરોના અને શોક પ્રસ્તાવમાં ગંભીર ચર્ચા અને નિવેદન કરવામાં આવતા ગૃહમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ ચારેબાજુ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી.
કોરોનાથી જીવ ગુમાવનારને હુતાત્માઓને આદરથી શ્રધ્ધાંજલી પાઠવું છું: નીતિન પટેલ
કોરોના વોરીયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે, આરોગ્ય મંત્રી તરીકે કહું છું, જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું, ત્યારે અમે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ડોક્ટરોની સાથે જ સેવા આપી રહ્યા છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા તમામ હુતાત્માઓને આદરથી શ્રધ્ધાંજલી પાઠવું છું.
કોઈ વ્યક્તિનું જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી: નીતિન પટેલ
નીતિન પટેલે જણાવ્યું કે, કોઈ વ્યક્તિનુ જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી. જો કોઇ સેવા કરનાર કોરોનાથી અવસાન થાય તો તેમને 50 લાખની જાહેરાત કરી હતી. નીતિન પટેલે ગૃહની કામગીરી અગાઉ શોક પ્રસ્તાવ અને કોરોના અંગેની ચર્ચામાં આરોગ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું.
કોરોના મહામારી અને કોરોના વોરિયર્સ અંગે અઢી કલાકની ચર્ચા થઈ
ગઈકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. જેમાં સૌપ્રથમ ગૃહના મૃત્યુ પામેલા ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલી આપવાનો શોકદર્શક ઉલ્લેખ રજૂ થયો હતો. ત્યારબાદ ગૃહમાં કોરોના વોરિયર્સ અંગેની અઢી કલાકની ચર્ચા ત્યારબાદ વિવિધ વિધેયકો અને વટહૂકમોની સાથે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ગૃહ શરૂ થયા તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોના સામે નિષ્ફળ સરકાર, પ્રજાને મારે દંડનો માર બેનર સાથે સરકારની દંડનીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળવાની છે. કોરોના મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન 24 જેટલા વિધેયકો અને વટહુકમો પસાર કરાશે.
અંબાજી વિસ્તારના વિકાસ નિયમન એક્ટ-2020 મુસદ્દો તૈયાર
આ સિવાય રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે. એ તર્જ પર જ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલા શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદિલ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એક્ટ-2020નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.