ત્રણ વર્ષ પહેલા પાંડેસરામાં પાંચ વર્ષની માસૂમ બાળાને પીંખી નાંખનાર નરાધમ અને વિકૃત એવા સુજીતને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે દુષ્કર્મની આ ઘટનાને ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના ગણાવી હતી સાથે જ કહ્યું હકે, દુષ્કર્મના આવા કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડી જાય છે, આરોપીએ તમામ હદો ઓળંગી નાંખી છે, કહીને 20 વર્ષની સજા સંભળાવી હતી.
ઘરે રમવા આવેલી બાળકીને ભોગ બનાવી
આ કેસની વિગત મુજબ ગણપતનગર, પાંડેસરામાં રહેતી મજૂર પરિવારની ચાર વર્ષની માસૂમ બાળા ઘર પાસે રમી રહી હતી. દરરોજની માફક આ બાળા સામે જ રહેતા અને મૂળ બિહારના વિક્રમગંજનો વતની અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો સુજીતકુમાર રામબિનય મિસ્ત્રીને ત્યાં રમવા માટે ગઇ હતી. મહિલાએ પોતાનું ઘરકામ પુરુ કરીને બાળાને બૂમ પાડી હતી પરંતુ બાળાએ કોઇ જવાબ ન આપતા માતા ગભરાઇને ત્યાં જોવા માટે ગઈ હતી.
બાળકીની માતા સામે આરોપી ખોટુ બોલ્યો
બીજી તરફ બાળાને બારીમાંથી જોતા તે નગ્ન હાલતમાં હતી અને ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતુ હતુ. અહીં બાળાને લોહી નીકળતુ હતુ ત્યારે બાળાની માતાએ સૂજીતને પુછ્યુ હતુ કે, આને શું થયું..? ત્યારે સુજીતે કહ્યુ કે, બાળાને ખંજવાળ આવતી હતી એટલે મે ખંજવાળી દીધુ છે પરંતુ મારો નંખ વાગી ગયો હશે એટલે લોહી નીકળે છે. ત્યાં જ માતા ઉશ્કેરાઇ હતી અને સૂજીતને સાચુ બોલવા માટે કહેતા જ આજુબાજુના લોકો આવી ગયા હતા અને તેઓએ સુજીતને દબોચી લીધો હતો પરંતુ ત્યારે સુજીત કંશુ જ બોલ્યો ન હતો.
પાડોશીના ઠપકા બાદ આરોપીએ સત્ય કહ્યું
પાડોશીઓના ઠપકા બાદ સુજીત ગભરાઇ ગયો હતો અને ધીમે ધીમે બોલતા કહ્યુ કે, મે બદકામ કર્યું છે અને સંભોગ કરતા કરતા લોહી નીકળ્યુ છે આ દરમિયાન કોઇએ પોલીસને ફોન કરી દીધો હતો. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સુજીતને પકડી લીધો હતો. પોલીસે સુજીતની સામે બળાત્કારનો ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરતા આરોપીને વધુમાં વધુ સજા થાય તેમજ ફરિયાદી અને ભોગ બનનારે પણ હકીકતને સમર્થન આપતી જૂબાની આપી છે આવા તબક્કે આરોપીને સજા થાય તેવી દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.