મુંબઈમાં BMCની કાર્યવાહીના આઠ દિવસ બાદ કંગનાએ પોતાની ઓફિસની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. કંગનાએ ત્રણ ટ્વીટ કરીને કહ્યું હતું, આ બળાત્કાર છે મારાં સપનાંઓ પર, મારી હિંમત પર અને મારા આત્મસન્માન તથા મારા ભવિષ્ય પર.
BMCએ નવ સપ્ટેમ્બરના રોજ કંગનાના પાલી હિલસ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ તેણે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. BMCની ટીમે બે કલાક સુધી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ જ દિવસે કંગના હિમાચલથી મુંબઈ આવી હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર હાઈકોર્ટમાંથી સ્ટે લીધો હતો. આ કેસની સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.
मेरे कर्म स्थान को शमशान बना दिया, नजाने कितने लोगों का रोज़गार छीन लिया, एक फ़िल्म यूनिट कई सौ लोगों को रोज़गार देतीं है, एक फ़िल्म रिलीज़ होकर थीयटर से लेकर पॉप्कॉर्न बेचने वाले का घर चलती है, हम सब से रोज़गार छीन के वो लोग आज #NationalUnemploymentDay17Sept मना रहे हैं 🙂 pic.twitter.com/UaEvI4nSE8
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020
यें बलात्कार है, मेरे सपनों का, मेरे हौसलों का, मेरे आत्मसम्मान का और मेरे भविष्य का @INCIndia #NationlUnemploymentDay pic.twitter.com/DHl02Ec0eD
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020
यें बलात्कार है, मेरे सपनों का, मेरे हौसलों का, मेरे आत्मसम्मान का और मेरे भविष्य का @INCIndia #NationlUnemploymentDay pic.twitter.com/DHl02Ec0eD
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020
કંગનાને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું
8 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં નોટિસ લગાવી હતી અને ગેરકાયદે બાંધકામ અંગે 24 કલાકની અંદર જવાબ માગ્યો હતો. જોકે બીજા જ દિવસે કંગના મુંબઈ આવે એ પહેલાં જ BMCએ કંગની ઓફિસમાં તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહીમાં કંગનાની ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત થયો હતો, જેમાં ઝુમ્મર, સોફા, દુર્લભ કલાકૃતિ સહિતનો કીમતી સામાન સામેલ હતો.
કંગના રનૌતે BMC પાસે પોતાની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ રૂપિયા 2 કરોડનું વળતર માગ્યું છે. રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસે BMCને એક નોટિસ ફટકારી છે. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલસ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું કહીને BMCએ તોડફોડ કરી હતી. 9 સપ્ટેમ્બરે મુંબઈ આવેલી કંગનાએ 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અંગે વાત કરી હતી. આ પહેલાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી કંગનાને વળતર અપાવવાની માગણી કરી હતી. કંગના 14 સપ્ટેમ્બરના રોજ મનાલી પરત ફરી હતી.
કંગનાએ 2017માં પાલી હિલસ્થિત બંગલો ખરીદ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં રિનોવેશનનું કામ પૂર્ણ થયું હતું. આ બંગલાને ઓફિસ-કમ-રેસિડેન્સ બનાવવામાં આવ્યો છે. BMCએ ગેરકાયદે બાંધકામ ગણાવ્યું હતું. 1979ના પ્લાન પ્રમાણે, આ બંગલો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં લિસ્ટેડ છે.
ઓફિસ બાદ BMCની નજર કંગનાના ઘર પર
કંગના રનૌતની પાલી હિલસ્થિત ઓફિસમાં તોડફોડ કર્યાના છ દિવસ બાદ BMCએ મંગળવાર (15 સપ્ટેમ્બર)ના રોજ એક્ટ્રેસની સોસાયટી ચેતકને નોટિસ ફટકારી મેમ્બર્સની માહિતી માગી છે. ચેતક સોસાયટી એક સહકારી સમિતિ છે. માનવામાં આવે છે કે BMC આ કેસમાં કોઈપણ એક્શન લઈ શકે છે. આ પહેલાં BMCએ કંગનાની ખારસ્થિત ઘરમાં ગેરકાયદે બાંધકામ હટાવવાની નોટિસ આપી હતી.