ફિલ્મ અભિનેત્રી અક્ષય કુમાર દ્વારા આજે પીએમ નરેન્દ્ર મોદીનો ખાસ ઈન્ટરવ્યું કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે એક મુલાકાતમાં પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત કરી હતી. પીએમ મોદીએ અક્ષય કુમાર સાથે બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર વિશે વાત કરી હતી. તો આવો આજે અમે PM મોદીના જન્મદિવસે જણાવીએ તેમના જીવન સાથે જોડાયેલી વાતો.
આ સાથે પીએમ મોદીએ પોતાના પરિવાર સાથે પોતાના જીવન સાથે જોડાયેલા અંગત રહસ્યો આજે દુનિયા સામે રજૂ કર્યા હતા. પીએમ મોદીના ઈન્ટરવ્યૂ બાદ રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ પણ તેમના સાથે જોડાયેલા સંસ્મરણો યાદ કર્યા હતા.
આજે પીએમ મોદીના ઈન્ટરવ્યૂ બાદ તેમના નાનાભાઈ પ્રહલાદભાઈ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. આજે તેમના નાનાભાઇ પાસેથી તેમના સંભારણાથી લઇને અનેક વાતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રહલાદભાઇ મોદીએ નરેન્દ્રમોદીના અમુક સંસ્કારણો યાદ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીને નાનપણમાં જેમ મિત્રો હતો, તેવી રીતે આજે પણ તેમના મિત્રો છે. પીએમ મોદીને દરેક સમાજના જ્ઞાતિના મિત્રો છે.
પ્રહલાદભાઇ મોદીએ મોદીના રહસ્યો ખોલતા જણાવ્યું કે, મોદી પીએમ બન્યા પછી પણ તેમના નાના લોકો સાથે સારા સંબંધ હતા. તેઓએ પોતાના નાનપણના સંભારણાઓને યાદ કરતા જણાવ્યું હતું કે, અમે જ્યારે ઈસ્ત્રીની વ્યવસ્થા નહોતી ત્યારે અમે ઘરમાં મોટા લોટામાં કોલસા ભરી દેતા હતા ઘેડ દેખાય તેવી ઇસ્ત્રી કરતા હતા.
અમારા પરિવાર વિશે વાત કરું તો, અમારા પરિવારના સંસ્કાર હતા કે, સારા કામ માટે કોઇ દુર જાય તો જવા દેવા પરિવારના સંસ્કાર હતા. તેમને વધુમાં ઉમેર્યું હતું કે, પીએમ મોદીને ફરીથી દેશની સત્તા સંભાળે તે દેશના નાગરિકોની ઈચ્છા છે, એટલે અમને આનંદ છે.
પ્રહલાદભાઇએ કહ્યું કે, ઘણી વખત અમે સ્કૂલેથી છૂટીને દફ્તર સાથે ખેતરમાં જતા રહેતા હતા. ખેતરમાં પથ્થરો મારીને કેરીઓ તોડતા હતા. સાથે ચપ્પુ ન હોય એટલે દાંતથી જ કેરી ખાતા હતા. આજે પણ નરેન્દ્રભાઈના દાંત મજબૂત છે.
તેમના પિતાના વ્યવસાય સાથે વાત કરતા જણાવ્યું કે, વડનગરની અંદર મારા પિતાના નામે આજે પણ ચાનો સ્ટોલ છે. સ્કૂલ નજીક હતી એટલે રિસેસમાં સમય મળે એટલે બધા ભાઈઓ ત્યાં પહોંચી જતા હતા. અમે બધા ભાઈઓએ ચા વહેચી છે પરંતુ નરેન્દ્રભાઈ ત્યાં નિયમિત જતાં હતા. તેઓ મારા પિતાને ખૂબ મદદ કરતા હતા.