શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત

રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે.

કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીંસ, તે સવાલનો આજે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

16 માર્ચથી બંધ છે સ્કુલો

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *