ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 1,12,000ની પાર પહોંચી ગયો છે ત્યારે અમદાવાદ અને સુરત બાદ રાજકોટની સ્થિતિ ખુબ જ ભયાનક દેખાઇ રહી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રણ ખુબ જ વધી ગયું છે. સરકારી ચોપણે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 6396 પર પહોંચ્યો છે જ્યારે 110 લોકોએ અત્યાર સુધીમાં અહિં પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ સરકારી આંકડાઓમાં કંઇ ગોલમાલ કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે. રાજકોટમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ આંકડાઓ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.
રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા તેને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના આરોગ્ય સચિવ પોતે શહેરની મુલાકાતે હતા અને તેમણે અમદાવાદના તબીબોની ટીમને પણ શહેરની કોવિડ હોસ્પિટલોમાં ખડકી દીધી છે. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પણ યોગ્ય સારવાર નહી મળવાની બૂમો પાડી રહ્યા છે. ત્યારે રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અહિં એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 36 દર્દીના મોત થતા હાહાકાર મચી ગયો છે.
રાજકોટ શહેરમાં કોરોના કહેર યથાવત છે દિવસે ને દિવસે કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજટોટ શહેરના 21 અને ગ્રામ્યના 9 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય જિલ્લાના 6 દર્દીના મોત નિપજ્યા છે. અહિં તમને જણાવી દઇએ કે, એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં મોતનો આંકડો સૌથી વધારે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે છતાં સંવેદનાપૂર્ણ રીતે આ મહામારીને કાબુમાં લેવાને બદલે મૃત્યુઆંક છૂપાવવાની જે નિષ્ઠુર ચેષ્ટા થઈ રહી છે તેને સ્મશાનોના નોંધાયેલા ચોંકાવનારા આંકડાઓએ ઉઘાડા પાડી રહ્યા છે. છતા સરકાર આ મામલે કંઇ ગોલમાલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.