બીએમસી તરફથી મુંબઈના પાલી હિલ ખાતે આવેલી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડ્યા બાદ શિવસેનાએ હવે મૌન સેવી લીધું છે. શિવસેનાએ હવે કંગના સાથે જોડાયેલા કોઈ પન મુદ્દાને મહત્વ ના આપવાનો નિર્ણય લીધો છે. હવે શિવસેના સંજય રાઉતે મહત્વનું નિવેદન આપ્યું છે.
કંગના સાથે શિંગડા ભરવવામાં સૌથી મોખરે રહેલા શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહુયં હતું છે કે, શિવસેના માટે હવે કંગનાનો એપિસોડ પુરો થઈ ગયો છે. સાથે જ હંમેશાની માફક મમરો મુકતા રાઉતે કહ્યું હતું કે, કંગનાની ઓફિસ પર થયેલી કાર્યવાહીથી કોઈ જ નારાજ નથી.
સંજય રાઉતે આજે અભિનેત્રી કંગના રનૌત સાથે થયેલા વિવાદને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ સંજય રાઉતે કહ્યું હતું કે, અમે આ વિવાદને ભુલાવી ચુક્યા છીએ. અમારા માટે કંગના એપિસોડ પુરો થઈ ગયો છે. હલ અમે અમારા દૈનિક, સરકારી અને સામાજીક કામોમાં પરોવાઈ ગયા છીએ. ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાતમાં શું ચર્ચા થઈ? તેના જવાબમાં રાઉતે કહ્યું હતું કે, હું પાર્ટીના કામોની ચર્ચા કરવા મુખ્યમંત્રીને મળ્યો હતો
પવાર સાહેબ કે સોનિયાજી કોઈ પણ અસંતુષ્ઠ નથી
કંગના પર કરવામાં આવેલી કાર્યવાહીને લઈને એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી નારાજ હોવાને લઈને સંજય રાઉતે કહ્યું હતું કે, આ બાબત તદ્દન પાયાવિહોણી છે. પવાર સાહેબ કે સોનિયામાંથી કોઈ પણ આ મામલે નારાજ નથી. પવાર સાહેબ કે સોનિયાજીએ આ મામલે કોઈ નિવેદન પણ નથી આપ્યું.
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બાદ મળ્યા સંજય રાઉત
સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેની ગઈ કાલે આજે મુકાલાત થઈ હતી. આ અગાઉ ગઈ કાલે બુધવારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીએમના ઘરે થયેલી બેઠકમાં ઉદ્ધવ અને શરદ પવાર વચ્ચે કંગનની ઓફિસ પર કરવામાં આવેલી કાર્યવાહી અને લોકોના પ્રત્યાઘાતને લઈને વાતચીત થઈ હતી. શરદ પવારે આ મામલે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, શિવસેના હવે કંગના રનૌત મામલે કોઈ વધારે મહત્વ નહીં આપે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે બુધવારે બીએમસીએ કંગના રનૌતના મુંબઈમાં આવેલી ઓફિસ ઉપર બુલડોઝર ચલાવ્યું હતું. આ કાર્યવાહી બાદ કંગના રનૌત સતત શિવસેના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર સામ સામે આવી ગયા હતાં. દેશભરમાં શિવસેનાની કાર્યવાહીની આકરી ટીકા થઈ હતી.