સુશાંતના મૃતદેહને લઈ જનાર કર્મચારીએ પોતે ખુલાસો કર્યો: ગળામાં સોયના 15-20 નિશાન, પગ ભાંગેલા…

સુશાંતના મૃતદેહને લઈ જનાર કર્મચારીએ પોતે ખુલાસો કર્યો: ગળામાં સોયના 15-20 નિશાન, પગ ભાંગેલા…

સુશાંત સિંહ રાજપૂતના મોતને લગભગ 2.5 મહિનો થઈ ગયો છે. અભિનેતાનો પરિવાર, ફેન્સ અને મિત્રો બધા જ તેને ન્યાય મળે એવી પ્રાર્થના કરી રહ્યા છે. સીબીઆઈ તપાસ બાદ આ કેસમાં ઘણાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ જ તેના પુત્રની હત્યા કરી છે.

સુશાંતના મૃત્યુ પછી મુંબઇ પોલીસે કહ્યું કે, આ આત્મહત્યાનો કેસ છે, પરંતુ હવે તેના શરીરનું પોસ્ટ મોર્ટમ કરીને હોસ્પિટલથી સ્મશાન ઘાટ સુધી લઈ ગયો ખુદ એ કર્મચારીએ ઘટસ્ટોફ કર્યો છે. કૂપર હોસ્પિટલના આ કર્મચારીનો એક ચોંકાવનારો દાવો હવે જોરદાર હાહાકાર મચાવી રહ્યો છે. આ વ્યક્તિનો દાવો છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે.

સુશાંતની બહેન શ્વેતા સિંહ કૃતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોસ્પિટલનો કર્મચારી એવો દાવો કરી રહ્યો છે કે, સુશાંતની હત્યા કરવામાં આવી છે. શ્વેતાએ એક ટીવીને આપેલા ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે, જેમાં તે વ્યક્તિએ સુશાંતના મૃત શરીર વિશે ઘણી અજાણી વાતો કહી છે. વીડિયોમાં હોસ્પિટલનો કર્મચારી કહી રહ્યો છે કે- ‘અમને ખબર હતી કે આ હત્યા છે. તે મર્ડર હતું અને જે જે નિશાન હતા તે સોયના નિશાન હતા. તે નિશાનો ગળા પર હતા ‘. કર્મચારીએ કહ્યું કે ગળામાં 15 કે 20 નિશાન હતા અને ગળા પર સેલો ટેપ લગાવેલી હતી.

વીડિયોમાં તે વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે, હું મૃતદેહને કૂપર હોસ્પિટલ અને પછી સ્મશાન ઘાટમાં લઈ ગયો હતો. રિયા ચક્રવર્તી મૃત શરીર જોવા આવી હતી એ વિશે પણ આ કર્મચારીએ વાત કરી છે. તેણે કહ્યું કે, બે વ્યક્તિના કહેવા પછી મે રિયાને આ બોડી બતાવી હતી અને રિયાએ ત્યાં સુશાંતની માફી માગી હતી. હોસ્પિટલના કર્મચારીનો દાવો છે કે મોટા ડોકટરો પણ કહેતા હતા કે આ હત્યા છે. આત્મહત્યા નથી. કર્મચારીએ આ મુલાકાતમાં જણાવ્યું કે અમે કોઈ પણ બોડીને જોઈને તો ખબર પડી જાય કે હત્યા છે કે આત્મહત્યા, ક્યારેય બોડી પીળી ન પડે. જ્યારે આમાં તો બોડી પીળી પડી ગઈ અને પગ પણ ભાંગેલા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *