ઓપરેશન શાર્પશૂટર:ATSએ રૂમનો દરવાજો ખખડાવ્યો અને ઇરફાને એક જ અવાજમાં જાગી પૂછ્યું કોણ?, સામે જવાબ મળ્યો મહેમાન છે અને ધાંય ધાંય…

ઓપરેશન શાર્પશૂટર:ATSએ રૂમનો દરવાજો ખખડાવ્યો અને ઇરફાને એક જ અવાજમાં જાગી પૂછ્યું કોણ?, સામે જવાબ મળ્યો મહેમાન છે અને ધાંય ધાંય…

ગુજરાત ATSના હિમાંશુ શુક્લાને મંગળવારે રાતે 10 વાગ્યે બાતમી મળી હતી કે છોટા શકીલના 2 શાર્પશૂટર અમદાવાદ આવી ગયા છે અને રિલીફ રોડ પાસે આવેલી હોટલ વિનસમાં રોકાયા છે. જેથી ATS અને ક્રાઈમ બ્રાન્ચને ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ગૂગલમાં હોટલનું નામ સર્ચ કર્યું હતું. જો કે, ગૂગલમાં કરતાં હોટલ મળી આવી ન હતી. ATSના હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન તેમની ટીમ સાથે રિલીફ રોડ પર ખાનગી વાહનોમાં પહોંચ્યા હતા. રિલીફ રોડ પર હોટલની તપાસ શરૂ કરી હતી. રાતે 12.30 વાગ્યે હોટલ વિનસ મળી હતી. હોટલ કન્ફર્મ થતાં ATSથી ચાર ચેતક કમાન્ડોને બોલાવી લેવાયા હતા.


રાતે દોઢ વાગ્યે ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટલમાં પ્રવેશ્યા
હોટલ વિનસમાં રૂમમાં વ્યક્તિ હોવાની બાતમી પાકી થતાની સાથે જ ક્રાઈમ અને ATSની ટીમ બહાર ગોઠવાઈ ગઈ હતી. રાતે દોઢ વાગ્યે ચાર અધિકારીઓ જેમાં ATSના DIG હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન, DYSP ભાવેશ રોજીયા, DYSP કે.કે પટેલ સાથે હોટલના રૂમ સુધી પહોંચી ગયા હતા.

હોટલમાં પોલીસ ઘૂસ્યાની જાણ થતાં શાર્પશૂટરે ફાયરિંગ કર્યું
હોટલના રૂમનો દરવાજો ભાવેશ રોજીયાએ ખખડાવ્યો હતો. અંદર રહેલા આરોપી ઇરફાન એક જ અવાજમાં જાગી ગયો હતો અને પૂછ્યું હતું કોણ? એટલે રોજીયાએ કહ્યું હતું મહેમાન છે. એટલી વારમાં દરવાજો ખોલતાં જ ભાવેશ રોજીયા અને કે.કે પટેલ અંદર ઘુસી ગયા હતા. રોજીયાએ પોલીસ કહેતાની સાથે જ ઇરફાને પાછળ જીન્સમાં સંતાડેલી રિવોલ્વર કાઢી હતી. જેથી રોજીયાએ તેને ધક્કો માર્યો હતો. ઈરફાન હોટલના ટેબલ સાથે અથડાયો હતો જેથી હાથ ઉપર થઈ જતા દીવાલ પર ફાયરિગ થઈ ગયું હતું. જેથી કે.કે પટેલે અને રોજીયાએ તેના પર પડ્યા હતા અને હથિયાર છીનવી લીધું હતું.

મોબાઈલમાં ગોરધન ઝડફિયાની તસવીર મળતા ઘટસ્ફોટ થયો
DCP ભદ્રન અને DIG હિમાંશુ શુકલા પણ અંદર પહોંચી ગયા હતા. મોબાઈલ ફોન તપાસ કરતા વોટ્સએપમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. નેધરલેન્ડના નંબર પરથી મેસેજ આવ્યો હતો. મંગળવારે બપોરે કમલમની રેકી હતી. જેના વીડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યા હતા. ગોરધન ઝડફિયાના નામ અને ફોટો મળી આવ્યા હતા. હેન્ડલર દ્વારા તેને આ ફોટો મોકલવામાં આવ્યો હતો. બીજો શાર્પશૂટર આવવાનો હતો તેવી વાતચીત વોટ્સએપ ચેટમાં મળી આવી હતી. ATS લાવી પૂછપરછ કરતા તેનું નામ ઈરફાન ઈલિયાસ શેખ (રહે. મુંબઈ ચેમ્બુર) હોવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન અન્ય આરોપી કોણ હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *